તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 20 Isolation Centers Of Train Coaches Are Eating Dust Without Use, Medical Supplies Including Oxygen Are Falling In The Coaches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટ્રેન કોચના 20 આઇસોલેશન સેન્ટર ઉપયોગ વિના જ ધૂળ ખાઈ રહ્યા છે, કોચમાં ઓક્સિજન સહિતનો મેડિકલ જથ્થો પડી રહ્યો છે

સુરત2 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોનાના વાયરસની વૈશ્ચિક મહામારી એટલે કે કોવિડ-19 સામે લડવા માટે ભારતીય રેલવે પશ્ચિમ રેલવેને 420 કોચને કોવિડ-19 આઇસોલેશન કોચમાં ફેરવવાનો આદેશ કર્યો હતો. તે પછી સુરત રેલવે યાર્ડમાં 20 કોચને કોવિડ-19 આઇસોલેશન કોચમાં ફેરવાયા હતા. જો કે, આ કોચ આજે શોભાના ગાંઠિયા સમાન છે. પાલિકાએ ખાલી બેડના રૂપિયા પણ ચૂકવ્યા હોવાની વાત સંભળાય આવી છે.

કોવિડ-19 આઇસોલેશન કોચની સુવિધા

 • કોચમાં સારવાર માટેના ઉપકરણો મૂકાયા છે.
 • કોચમાં ટોઇલેટ અને બાથરૂમની બહાર સાબુ અને સેનેટાઇઝર મૂકાયા છે.
 • બાથરૂમમાં ડોલ, મગ અને પાટલો મૂકાયો છે.
 • સૂકો, ભીનો અને મેડિકલ એમ ત્રણ કચરા માટે કચરાપેટી મૂકાય છે.
 • કોચની બારીઓ પર મચ્છરદાની લાગાડાય છે.
 • કોરોનાના સંક્રમણને રોકવા માટે પ્લાસ્ટિક પર્દા લગાડાયા છે.
 • તબીબોને બેસવા માટે કેબિન બનાવાયા છે.
 • કોચમાં મોબાઇલ અને લેપટોપ ચાર્જિગ પોઇન્ટ અપાય છે.
 • કોચમાં ફાયર સેફ્ટીના સાધનો મૂકાયા છે.
 • ઓક્સિજન સિલિન્ડર પણ મૂકવામાં આવ્યા છે તેમજ કોચમાં ચાદર અને તકીયા પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો