તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઈન્ફ્રાસ્ટ્રકચર:અંબાજીને જોડતા ત્રણેય માર્ગો પર 20 ડુંગર કાપી રૂ 221 કરોડના ખર્ચે ફોરલેન બનાવાયા

અંબાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંતા-અંબાજી
  • આંબાઘાટા- દાંતા-અંબાજી, દાંતા-પાલનપુર અને ખેરોજ- અંબાજી-આબુરોડ નેશનલ હાઇવેની યાદ અપાવે છે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કે જ્યાં વર્ષે દહાડે લાખ્ખો યાત્રિકો મા અંબાનાં દર્શન કરવા તેમજ નજીકમાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વેકેશન દરમિયાન અનેક લોકોની અવર જવર રહે છે. અંબાજીને જોડતા 30 કિમીના માર્ગો ઉપર મહત્તમ ઘાટી, કોતર અને ડુંગરાળ જંગલ વિસ્તાર આવેલો છે. વાત અંબાજી તરફ આવતા વિસનગર- દાંતા માર્ગ ઉપર આંબાઘાટની હોય, દાંતાથી અંબાજી વચ્ચે ભયજનક ત્રિશૂળિયા ઘાટની હોય કે હિંમતનગર તરફ હડાદથી અંબાજી વચ્ચે રાણપુર ઘાટીની હોય, આ તમામ માર્ગો વાહન ચાલકો માટે અતિ જોખમી હોઇ અવાર નવાર અકસ્માતો તેમજ લૂંટની પણ ઘટનાઓ બનતી.

રાજ્ય સરકાર દ્વારા આ તીર્થધામને જોડતા આ ત્રણે માર્ગો ચારમાર્ગીય બનાવાયા છે. સાથે ઘાટી-ડુંગરોનું 8થી 15 મીટરનું કટિંગ કરી માર્ગો નીચા કરાયાં છે, જ્યાં ખૂબ જ ભયજનક વળાંક હતા તે પણ સામાન્ય કરાયાં છે. માર્ગો ઉપરનાં નાળાં પહોળા કરવા સાથે ચઢાણવાળા ભાગનું કટિંગ કરી અને નીચાણવાળા ભાગને ઊંચા કરાતાં હવે માર્ગો એકદમ સીધા દેખાય છે. પરિણામે ઘાટી કોતરવાળા માર્ગો ઉપર અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. તો માર્ગો પહોળા થવાથી વાહન ચાલકોનો સમય અને ઇંધણમાં પણ બચત થઇ રહી છે. જે મોટો ફાયદો છે.

પાલનપુર-દાંતા
પાલનપુર-દાંતા

એસટીનો 10 મિનિટ સમય બચ્યોેે
ચારમાર્ગીય રસ્તાના કારણે માત્ર દાંતા-અંબાજી વચ્ચેની વાત કરીએ તો ભૂતકાળમાં આ 19 કિમી અંતર કાપતાં એસટી બસને અડધો કલાક લાગતો. હવે 15-20 મિનિટ લાગે છે. સાથે રોજ એસટીની 400 ટ્રીપ મુજબ 300 લિટર ડીઝલની બચત થાય છે. અકસ્માતની સંભાવના પણ હવે નહીંવત થઇ છે. - કલ્પેશ પટેલ, ડેપો મેનેજર અંબાજી

33 હિટાચી મશીન, 20 ડમ્પર, 100 મજૂરો દ્વારા 4 મહિના કામગીરી ચાલી
અંબાજી ચારમાર્ગીય રસ્તામાં ખૂબ જ કઠિન કામગીરી દાંતા-અંબાજી માર્ગ ઉપર ત્રિશૂળિયા ઘાટ ઉપર રહી. આ ઘાટમાં રસ્તા પહોળા કરવા અને નીચે ઉતારવા માટે 4 મહિના સુધી અવિરત કામગીરી ચાલી. વજ્ર જેવી પથ્થર શીલાઓને તોડવા આધુનિક મશીનરીનો પણ ઉપયોગ કરવો પડ્યો.

આ કામગીરીમાં 33 હિટાચી મશીન, 20 ડમ્પર તેમજ 100 જેટલા કારીગરો અને મજૂરો પરોવાયા હતા. ડુંગરને તોડવા 4 મહિના સુધી રસ્તો સદંતર બંધ રખાયો. ડુંગર તોડવા 5 થી 15 મીટર ઊંડા હોલ કરી રોજ એક મુજબ બ્લાસ્ટિંગ કરાયું હતું. ત્રિશૂળિયા ઘાટની કામગીરી પૂર્ણતાના આરે છે. આ ઘાટ ઉપર જે ભયજનક વળાંક હતા તે 10 મીટરના હતા. હવે માર્ગ પહોળો કરવાથી 18 મીટર પહોળો માર્ગ બનતાં અકસ્માતોની સંભાવના નહીંવત બની છે. > માર્ગ મકાન વિભાગના અધિકારી

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો