દિલ્હીની ગુડિયા / 5 વર્ષની બાળકીના 2 દુષ્કર્મી દોષિત જાહેર, કોર્ટે કહ્યું- બાળકીએ જે હેવાનિયત સહન કરી છે તેણે સમાજના અંતરાત્માને હચમચારી દીધો છે

દોષી ઠરાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી બહાર નિકળતો દુષ્કર્મી મનોજ કુમાર
દોષી ઠરાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી બહાર નિકળતો દુષ્કર્મી મનોજ કુમાર

Divyabhaskar.com

Jan 18, 2020, 06:40 PM IST

નવી દિલ્હીઃ વર્ષ 2013માં દિલ્હીના ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળા (પ્રતીકાત્મક નામ ગુડિયા)નું અપહરણ અને ગેંગ રેપના કેસમાં દિલ્હી કોર્ટે બન્ને આરોપી મનોજ અને પ્રદીપને દોષિત ઠરાવ્યા છે. અદાલતે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર ઘટના છે. માસુમ બાળાએ જે હેવાનિયત સહન કરી છે તેણે સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે. આપણે નાની બાળાઓની દેવીની માફક પૂજા કરી છીએ પરંતુ દુષ્કર્મીઓએ ક્રુરતાની હદ પાર કરી દીધી છે. કોર્ટે બન્ને આરોપીને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત દોષિત ઠરાવ્યા છે. 30મી જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે.

પૂર્વી દિલ્હીના ગાંધીનગરમાં 15મી એપ્રિલ,2013ના રોજ બન્ને આરોપી મનોજ અને પ્રદીપે પડોશમાં રહેલી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બન્નેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પ્રાઈવેટ અંગોમાં મીણબત્તી અને બોટલ જેવી ચીજો નાંખી દીધી હતી. ત્યારબાદ બાળકી મૃત્યુ પામી છે તેવું સમજી ભાગી ગયા હતા. બેહોશ બાળકી બે દિવસ (લગભગ 40 કલાક) સુધી દોષિતના રુમમાં પડી રહી હતી અને 17મી એપ્રિલે પોલીસે તેને ગંભીર હાલતમાં એમ્સમાં દાખલ કરી હતી. આ ઘટના બાદ મીડિયાએ આ બાળકીને ગુડિયા નામ આપ્યું હતું. બાળકીનો પરિવાર અને દોષિતો એક જ ઈમારતમાં ભાડે રહેતા હતા.

પિતાએ કહ્યું- બાળકીને ન્યાય મળવો જોઈએ

ચુકાદા બાદ બાળકીના પિતાએ કહ્યું કે આ ઘટનાને લગતા ચુકાદામાં વિલંબ થઈ રહ્યો છે. પણ એ વાતનો સંતોષ વ્યક્ત કર્યો છે કે ભલે છ વર્ષ પસાર થઈ ગયા પણ છેવટે ન્યાય મળી રહ્યો છે.

બાળકી બેભાન અવસ્થામાં મળી હતી

દિલ્હી પોલીસે આ કેસમાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો હતો. દોષિત મનોજ કુમારને પોલીસે બિહારમાં તેની સાસરીમાંથી ધરપકડ કરી હતી. તેણે બાળકીને બે દિવસથી બાંધીને રાખી હોવાનો સ્વીકાર કર્યો હતો. બીજો દોષિત પ્રદીપની પણ ધરપકડ કરવામાં આવી હતી.

X
દોષી ઠરાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી બહાર નિકળતો દુષ્કર્મી મનોજ કુમારદોષી ઠરાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી બહાર નિકળતો દુષ્કર્મી મનોજ કુમાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી