તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મચારીનો ટેસ્ટ:DRM ઓફિસના 2 કર્મચારી પોઝિિટવ આવતાં 2 હજાર કર્મચારીનો ટેસ્ટ કરાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ઓફિસની ઓછી જગ્યામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ
  • ઓએસડી વિનોદ રાવને રજૂઆત, કોર્પોરેશનમાંથી કિટ મળતા જ ટેસ્ટ થશે

શહેરના પ્રતાપનગર ખાતે આવેલી રેલ્વેની ડીઆરએમ ઓફિસ માં બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ અવતા હડકંપ મચ્યો છે. રેલવેમાં કોરોના બ્લાસ્ટ નિદેશત ફેલાઇ છે. ડીઆરએમ ઓફિસ નાના -નાના રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ચિંતાને પગલે વડોદરા ડીઆરએમ દ્વારા તમામ બે હજાર કર્મચારીઓ નો કોરો ના ટેસ્ટ કરાવવા ઓએસડી વિનોદ રાવને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા રેલવેના પીઆરઓ ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવેમાં અંદાજે 14000 કર્મચારીઓ ફરજ બજાવે છે. અગાઉ અન્ય વિભાગના કેટલાક કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા પરંતુ જ્યારે ઓફિસ ખાતે ફરજ બજાવતા બે હજાર કર્મચારીઓ ઓછી જગ્યામાં સંકળાઈને ફરજ બજાવતા હોવાથી તે તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રેલવેના હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ કોર્પોરેશન પાસે માગણી કરવામાં આવી છે. બે દિવસમાં અનેક લોકો પોઝિટિવ આવ્યા છે કોર્પોરેશન દ્વારા કીટ મળ્યા મુજબ વડોદરા રેલવે હોસ્પિટલ માં પ્રક્રિયા હાથ ધરાશે. હાલ ઓપીડીમા ંસિમટમ વાળા લોકોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાતું નથી.બીજી બાજુ રેલવેના અધિકારીઓમાં પોઝિટિવ આવતા ચિંતાનું મોજું ફેલાયું છે.

NAIRની ટ્રેનિંગના 4 અધિકારીઓ સંક્રમિત: કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લાલ બાગ ખાતે બે દિવસથી ચાર બેચમા કોરોના ટેસ્ટ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં અંદાજે ૩૦૦ ઉપરાંત ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી બે બેચ માં ચાર અધિકારીઓ પોઝિટિવ હોવાનું જણાતા તંત્ર દોડતું થયુ છે. સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલી 12વિક ની ટ્રેનીંગ હોય છે

એક અધિકારી પોઝિટિવ, ટ્રેનિંગ બંધ નહીં થાય:લાલબાગ એકેડેમીમાં 250 પ્રોબેશન અધિકારીઓ ની ઓનલાઇન ટ્રેનિંગ ચાલી રહી છે. અમારા રેકોર્ડ મુજબ માત્ર એક અધિકારી પોઝીટીવ છે જેને આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. કોઈ ચિંતા જેવું નથી જરૂર પડશે તો હોસ્પિટલમાં શીફ્ટ કરાશે. ટ્રેનિંગ બંધ કરવામાં નહીં આવે હજુ બે સપ્તાહની ટ્રેનિંગ બાકી છે. - ગૌરવબંસલ, સી .પી. આર. ઓ., એન.એ.આઇ.આર..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો