તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:બાવળામાં 2 દિવસના વરસાદથી પાકને નુકસાન, પાલિકા સામેની સોસાયટીઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

બાવળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા શહેર અને તાલુકામાં બે દિવસ વરસાદ પડી રહ્યો છે. શુક્રવાર રાત્રે જોરદાર વિજળીનાં ભારે કડાકા-ભડાકા સાથે એક કલાક વરસાદ તુટી પડયો હતો. તેમજ રવિવારે વહેલી સવારે પણ જોરદાર વરસાદ થવા પામ્યો હતો. જેથી ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું છે. હાલમાં ખેડુતોને ડાંગર લેવાની પુરજોશમાં સીઝન ચાલી રહી છે. ખેડુતોએ પોતાના ખેતરોમાં અને ખળામાં ડાંગર કાપીને મુકી હતી. તે પલળી જવા પામી છે. તેમજ જેમની ડાંગરો ઉભી છે તેમની ડાંગરો જોરદાર પવન આવ્યો હોવાથી આડી પડી જવા પામી છે. અને ડાંગર પલળી જવાથી ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું છે.

ડાંગર પલળી ગઈ હોવાથી વેપારીઓ ભાવ આપતાં નથી. જેથી બધી બાજુથી ખેડુતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. તો બે દિવસ વરસાદ થવાથી બાવળામાં નગરપાલિકાની સામેનાં ગોરવ પથ રોડ ઉપર, ગર્લ્સ સ્કુલ રોડ ઉપર, શ્રેયા સોસાયટી આગળના રોડ ઉપર તેમજ નીચાણવાળા વિસ્તારો અને રોડ-રસ્તા ઉપર બે-બે ફુટ જેટલા પાણી ભરાઇ જવા પામ્યા છે.આ વિસ્તારમાં ભરાયેલા પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા પાલીકા તંત્ર દ્વારા કરવામાં આવતી નહીં હોવાથી લાંબા સમય સુધી બે-ત્રણ દિવસ પાણી ભરાયેલા રહે છે.જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવર-જવર માં ભારે મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે.જેથી પાલિકા તંત્ર ઉપર નગરજનોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરતી ન હોવાથી નાગિરકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો