તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:દાહોદ જિલ્લામાંથી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુણધામાં તથા રળીયાતીમાંથી ઝડપાયા

લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. આર.ડી.ડામોર તથા સ્ટાફ મીરાખેડી આઉટ પોસ્ટ વિસ્તારમાં વહેલી સવારના રોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે મુણધા ગામનો રામા દીતા ભાભોર તેના ઘરની નજીક ટેકરી પાસે ખાખરાના ઝાડવાઓમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં રામા દીતા ભાભોર વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સગેવગે કરવાની તૈયીરીમાં હતો ત્યારે પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા બીયરની 18 પેટી જેમાં નાની મોટી કુલ 744 બોટલ જેની કિંમત 57,600 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો ગતરાત્રીના સમયે પેટ્રોલીંગ દરમિયાન મળેલી પ્રોહી બાતમી આધારે ગરબાડા તરફથી આવતી જીજે-6-એબી-1874 નંબરની ફ્રંટી કારને ઉભી રખાવતા તેના ચાલક રળીયાતી સાંસીવાડના અજય રાજુ ઉર્ફે કાસલો બાવનીયા સાંસી દરવાજો ખોલી ભાગવા જતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેમજ ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી કુલ 264 નંગ બોટલો જેની કિંમત 31,560ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા એક લાખની કાર મળી કુલ 1,31,560 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બન્ને બુટલેગરો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો