પેટલાદ / ધર્મજ ચોકડીથી 10 કિલોના ગાંજા સાથે 2 શખ્સ ઝડપાયા

2 arrested with 10 kgs of marijuana in petlad

  • 1.55 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ

Divyabhaskar.com

Jan 24, 2020, 08:01 AM IST
આણંદઃ પેટલાદની ધર્મજ ચોકડીએથી આણંદ એસઓજીએ બુધવારે રાત્રે 10.100 કિલોગ્રામ ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સ મૂળ ભાવનગરના હતા. આણંદ એસઓજીની ટીમ ધર્મજ ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એ સમયે સિલ્વર રંગની અલ્ટો કારમાં નશીલા પદાર્થની હેરાફેરી થવાની અને તે કાર બોરસદ તરફથી ધર્મજ ચોકડી તરફ રાત્રિના પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી તેમને મળી હતી. આ બાતમીના આધારે એસઓજીની ટીમ ધર્મજ ચોકડી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
દરમિયાન, બુધવારે રાત્રે સાડા નવ કલાકે વર્ણનવાળી કાર આવી પહોંચતા જ પોલીસે તેમને અટકાવ્યા હતા. કારમાં બે શખ્સ સવાર હતા. પોલીસને તેમની પાસેથી મળી આવેલા થેલામાં તપાસ કરતાં થેલામાંથી વનસ્પિતજન્ય કાળા ભૂખરા રંગનો ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. બંને શખ્સના નામ-ઠામ પૂછતાં કાદર લતીફ અહેમદાણી અને અફઝલ ઉર્ફે અબુ દિલાવર સમા (બંને રહે. ભાવનગર) હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રોકડા રૂપિયા 3400, બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. દરમિયાન, પકડાયેલા પદાર્થની એફએસએલની ટીમ દ્વારા તપાસ કરતા ગાંજો હોવાનું ખૂલ્યું હતું. જેની કોઈ પરમીટ તેમની પાસેથી મળી આવી નહોતી. ગાંજાનું વજન 10.100 કિલોગ્રામ હતું. જેની કિંમત 1.10 લાખ થવા જાય છે. પોલીસે ગેરકાયદે ગાંજાનો જથ્થો, રોકડ રકમ તેમજ કાર મળી કુલ રૂપિયા 1.55 લાખનો મુદૃામાલ કબ્જે કરી બંને શખ્સની પૂછપરછ હાથ ધરી છે.
X
2 arrested with 10 kgs of marijuana in petlad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી