તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવાસ:167 કરોડના ખર્ચે EWSનાં 1900 મકાનો બનશે પીએમ આવાસ પ્રેાજેક્ટ માટે ત્રણવાર ટેન્ડર મગાવાયાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અટલાદરા-કલાલીમાં PM આવાસ: ઘર દીઠ લાભાર્થીનો ફાળો 5.50 લાખ રહેશે, 81 દુકાન તૈયાર કરાશે

અટલાદરા-કલાલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઇડબ્લ્યુએસ-2 આવાસ યોજનાનાં 1900 મકાનો અને 81 દુકાનો રૂા. 166.75 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. કુલ 66,500 ચોરસ મીટર વિસ્તારમાં આ બાંધકામ થશે. એક મકાન 35 ચોરસ મીટરનું બનશે. આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી દોઢ-દોઢ લાખની સહાય મળશે, જ્યારે રૂા. 5.50 લાખ લાભાર્થીનો ફાળો રહેશે. મકાન દીઠ બાકીના વધારાના ખર્ચની જોગવાઈ કોર્પોરેશને કરવાની રહેશે.1900 મકાનોના 161 કરોડ અને 15 લાખની એક દુકાનનો ભાવ ગણતા 81 દુકાનના 12 કરોડ લેખે કોર્પોરેશનને 173 કરોડ મળશે. સમગ્ર યોજના માટે 159 કરોડના ખર્ચનો અંદાજ તૈયાર કરાયો હતો અને 3 વખત ટેન્ડર મગાવ્યાં હતાં, પરંતુ અંદાજ કરતાં 5 ટકા વધુ ભાવનું આશરે 167 કરોડનું ટેન્ડર મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. મકાનોની આ યોજનામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કોમન લાઈટ માટે સોલાર સિસ્ટમની પણ સુવિધા અપાશે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ઘણી બધી આવાસ યોજનામાં હજુ પણ દુકાનો વેચાઈ નથી તેવા સમયે નવી આવાસ યોજનાના બાંધકામમાં 81 દુકાનો બનાવવામાં આવનાર છે, આ દુકાનો વેચાશે કે કેમ તેની સામે પ્રશ્ન ઊભો થયો છે. એમ જાણવા મળે છે.

સિંગલ ઓફર આવતાં ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવા વિપક્ષ નેતાની માગ
ખર્ચનો અંદાજ 158 કરોડ મૂકાયો હતો,જેમાં 1900 આવાસ તૈયાર કરાશે.કામ માટે એકમાત્ર ઇજારદારનું અંદાજિત રકમથી 8 ટકા વધુનું ભાવપત્ર 167 કરોડ આવ્યું હતું. તેવી જ રીતે નાલંદા ટાંકી ખાતે ભૂગર્ભ રૂમ, ટ્રાન્સફોર્મર, ફીડર લાઈન નાખવા તથા ઇલેક્ટ્રિકલ- મિકેનિકલ પંપિંગ મશીનરી ઇન્સ્ટોલ કરવા 4.43કરોડના ભાવથી ટેન્ડર મગાવાયાં હતાં,જેમાં 40 ટકા વધુ કિંમતનું એકમાત્ર ઇજારદારનું ભાવપત્ર સ્થાયીમાં રજૂ થયું છે. કામ ઇજારદારને અપાશે તો પાલિકાએ 6.19 કરોડ ચૂકવવા પડશે. બંને કામ માટે સિંગલ ઇજારદારના ભાવપત્રો સ્થાયીમાં રજૂ થયા હોઇ વિપક્ષ નેતાએ ફરીથી ઓફરો મગાવી, કામ મુલત્વી કરવા કમિશનરને રજૂઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો