તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 188 Active Cases Increased In 18 Days, Active Cases Increased For The Second Time In Last 40 Days In Mehsana District: 312 On 12 October, 377 On 21 November

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ભરડો:18 દિવસમાં 188 એક્ટિવ કેસ વધ્યા, મહેસાણા જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં બીજી વખત એક્ટિવ કેસો વધ્યા : 12 ઓક્ટોબરે 312 હતા, 21 નવેમ્બરે 377 થયા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું, માસ્ક પહેર્યા નહીં, પરિણામ., બે મહિનામાં દર્દી સાજા થવાનો દર 15.62 ટકા ઘટ્યો : સપ્ટેમ્બરમાં 84.69 ટકા હતો અને નવેમ્બરમાં 69.07 ટકા થઇ ગયો: રાજ્યનો દર 91.16 ટકા છે

મહેસાણા જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં બીજી વખત કોરોનાના એક્ટિવ કેસમાં એકદમ ઉછાળો આવ્યો છે. એમાંય દિવાળીના દિવસોમાં રોકેટગતિએ વધ્યા છે. 4 નવેમ્બરે એક્ટિવ કેસની સંખ્યા 191 હતી, જે 21 નવેમ્બરે 377એ પહોંચી ગઈ. જે માત્ર 18 દિવસમાં 188નો ચિંતાજનક વધારો સૂચવે છે. આ અગાઉ 12 ઓક્ટોબરે એક્ટિવ કેસની સંખ્યા 312 હતી, જે 19 ઓક્ટોબર સુધીમાં 34 વધીને 346 થઇ ગઇ.

ઉલ્લેખનીય છે કે, 22 ઓક્ટોબર પછી જિલ્લામાં એક્ટિવ કેસોમાં ઘટાડો શરૂ થયો હતો, જે 2 નવેમ્બર સુધી યથાવત રહ્યો. 22 ઓક્ટોબરે 345 કેસ હતા, જે 2 નવેમ્બરે 196એ આવીને અટક્યા. મતલબ કે, 12 દિવસમાં 149 એક્ટિવ કેસ ઘટ્યા હતા. પરંતુ તે પછી દિવાળીના તહેવારોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને માસ્ક પહેરવાનું જ ભૂલી જતાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો.સૌથી વધુ એક્ટિવ કેસ 26 સપ્ટેમ્બરે 411 હતા, 20 સપ્ટેમ્બર 407 અને 19 સપ્ટેમ્બરે 405 નોંધાયા હતા.

3 મહિનામાં નવેમ્બરમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો
જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલની સામે કોરોના પૉઝિટિવ દર્દીઓ નવેમ્બરમાં સૌથી ઓછા આવ્યા છે. સપ્ટેમ્બરમાં 2781 સેમ્પલ સામે 732 દર્દી મળ્યા (26.32 ટકા), ઓક્ટોબરમાં 4036 સેમ્પલ સામે 885 દર્દી મળ્યા (18.53 ટકા), જ્યારે નવેમ્બરની 21 તારીખ સુધીમાં 2891 સેમ્પલ લીધા, જેમાં 527 દર્દી સામે આવ્યા. જેનો પોઝિટિવિટી રેટ 18.22 ટકા રહ્યો.

એક દિવસમાં સૌથી વધુ 61 કેસ નોંધાયા
કોરોનાકાળના આ આઠ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 61 કેસ 11 નવેમ્બરે નોંધાયા હતા. તે સિવાય 49 કેસ 21 નવેમ્બરે, 45 કેસ 19 નવેમ્બરે અને 40 કેસ 24 સપ્ટેમ્બરે નોંધાયા હતા.

નવેમ્બર માસમાં ગ્રામ્ય કરતાં શહેરોમાં વધુ કેસ, સૌથી વધુ ઊંઝામાં
નવેમ્બર મહિનામાં 21 તારીખ સુધીમાં કુલ 527 કેસ નોંધાયા. જેમાં શહેરી વિસ્તારમાં 308 અને ગામોમાં 219 કેસ છે. સૌથી વધુ કેસ ઊંઝામાં 129, તે પછી મહેસાણામાં 98, વિસનગરમાં 32, કડીમાં 16, વિજાપુરમાં 14, વડનગરમાં 10 અને ખેરાલુમાં 9 કેસનો સમાવેશ થાય છે.

નવેમ્બરમાં રિકવરી દરમાં મોટો ઘટાડો
જિલ્લામાં સપ્ટેમ્બરમાં 732 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, સામે 620 દર્દી સાજા થયા, જેનો રિકવરી દર 84.69 ટકા હતો. ઓક્ટોબરમાં 748 દર્દીઓ સામે 885 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી દર 118.31 ટકા નોંધાયો. પરંતુ નવેમ્બરના 21 દિવસમાં 527 કેસ નોંધાયા, સામે 364 દર્દી કોરોનામુક્ત થયા. જેનો રિકવરી દર 69.07 ટકા થયો. જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચો છે.

તા.1 થી 21માં ઓક્ટોબરમાં સૌથી વધુ કેસ
છેલ્લા 5 મહિનામાં તા.1 થી 21 સુધીમાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ 545 કેસ ઓક્ટોબરમાં નોંધાયા. તે પછી નવેમ્બરમાં 527, સપ્ટેમ્બરમાં 482, જુલાઈમાં 391 અને ઓગસ્ટમાં 348 દર્દી નોંધાયા હતા.

3 મહિનાની સ્થિતિ
સાત શહેરી વિસ્તારોમાં નોંધાયેલા કોરાના કેસ

શહેર

સપ્ટેબરઓક્ટોબરનવેમ્બર
મહેસાણા20216598
વિસનગર519132
ઊંઝા87169129
કડી362516
વિજાપુર6714
વડનગર12710
ખેરાલુ1049
ગ્રામ્ય326280219

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો