• Home
  • National
  • 18 thousand km long human chain was created, CM Nitish joined; Awareness message was delivered on 3 issues

બિહાર / 18 હજાર કિમી લાંબી માનવ શ્રૃંખલા બનાવવામાં આવી, CM નીતિશ સામેલ થયા; 3 મુદ્દાઓ પર જાગૃતિનો સંદેશ અપાયો

નીતિશકુમારે ટ્વિટ કરીને આ માનવ શ્રૃંખલાને ઐતિહાસિક કહી હતી
નીતિશકુમારે ટ્વિટ કરીને આ માનવ શ્રૃંખલાને ઐતિહાસિક કહી હતી

  • જળ-જીવન-હરિયાળી, દારૂબંધીના પક્ષમાં અને દહેજપ્રથા તેમજ બાળવિવાહ વિરુદ્ધ એક ચેનમાં બિહાર જોડાયું
  • 15 હેલિકોપ્ટર પર સવાર ફોટોગ્રાફર તેમજ વીડિયોગ્રાફરે આ શ્રૃંખલાને કેમેરામાં કેદ કરી

Divyabhaskar.com

Jan 19, 2020, 09:57 PM IST

પટના: જળ-જીવન-હરિયાળી અને દારૂબંધીના પક્ષમાં તેમજ દહેજપ્રથા અને બાળવિવાહ વિરુદ્ધ રવિવારે રાજ્યભરમાં 18034 કિલોમીટર લાંબી માનવ શ્રૃંખલા બનાવવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમ પટનાના ગાંધી મેદાનમાં થયો હતો. તેમાં મુખ્યમંત્રી નીતિશકુમાર સામેલ થયા. હેલિકોપ્ટરની સાથે બાઇકસવાર વીડિયોગ્રાફરે પણ તેના વીડિયો બનાવ્યા હતા. ગામડાઓથી લઇને શહેરો સુધી દર એક કિલોમીટર પર એક વીડિયોગ્રાફર તૈનાત કરવામાં આવ્યો હતો.

જિલ્લાઓથી મળેલા રિપોર્ટે લંબાઈ વધારી
માનવ શ્રૃંખલાની લંબાઈ પહેલા 16128 કિલોમીટર કરવાનો લક્ષ્ય હતો જે જિલ્લાઓના રિપોર્ટના આધારે વધીને 16370 બની ગઇ. શનિવારે મળેલા રિપોર્ટના આધારે લંબાઇ 16443 થઇ હતી. બાદમાં બિહારના મુખ્ય સચિવ દીપક કુમારે રવિવારે જણાવ્યું હતું કે 18034 કિમી લાંબી માનવ શ્રૃંખલા બનાવવામાં આવી હતી જેમાં 5 કરોડથી વધારે લોકો સામેલ થયા હતા.. દરેક કિલોમીટર પર એક નાયક અને 5 કિલોમીટર પર એક સેક્ટર ઓફિસરને તૈનાત કરવામાં આવ્યો હતો. 10 કિલોમીટર પર સુપર સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ ચેનમાં સામેલ થઇને લોકો પર્યાવરણ તેમજ જળને બચાવવાનો સંકલ્પ લેશે. દારૂબંધીની સફળતા સાથે દહેજ પ્રથા તેમજ બાળવિવાહ જેવી કુપ્રથાને સમાપ્ત કરવા માટે એકબીજાને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

X
નીતિશકુમારે ટ્વિટ કરીને આ માનવ શ્રૃંખલાને ઐતિહાસિક કહી હતીનીતિશકુમારે ટ્વિટ કરીને આ માનવ શ્રૃંખલાને ઐતિહાસિક કહી હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી