દુર્ઘટના / સુદાનમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી 18 ભારતીયો સહિત 23 લોકોના મોત, 130 ઘાયલ

ફેક્ટરીમાં આગ લાગ્યા બાદનું દ્રષ્ય
ફેક્ટરીમાં આગ લાગ્યા બાદનું દ્રષ્ય
ફેક્ટરીમાં લાગેલી આગની તસવીર
ફેક્ટરીમાં લાગેલી આગની તસવીર

  • સિરામીક ફેક્ટરીમાં LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા કુલ 23ના મોત, 130 ઘાયલ

Divyabhaskar.com

Dec 05, 2019, 03:29 AM IST

ખાર્તૂમ: સુદાનમાં એક સિરામિક ફેક્ટરીમાં LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી જેમાં 18 ભારતીયો સહિત કુલ 23 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 130 લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે આ માહિતી બુધવારે જાહેર કરી હતી.

આ દુર્ઘટના સીલા સિરામીક ફેક્ટરીમાં બની હતી જે ખાર્તૂમના બહરી વિસ્તારમાં છે. ઘટના બાદ 16 ભારતીયો ગુમ છે. એમ્બેસીએ તેમના નિવેદનમાં કહ્યું કે છેલ્લા રિપોર્ટ પ્રમાણે 18 લોકોનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. અમુક લોકો ગુમ છે જેમના વિશે હજુ માહિતી મળવાની બાકી છે. મૃતદેહ ખૂબ સળગેલા હોવાથી ઓળખનું કામ પણ અઘરૂ બન્યું છે. બુધવારે એમ્બેસીએ જે લોકો ગુમ છે તેમજ જે લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમની એક યાદી પણ બહાર પાડી હતી.

1 ગુજરાતી સહિત 16 લાપતા

  • ગુજરાત-બહાદુર
  • દિલ્હી-ઇન્તજારખાન
  • બિહાર-રામકુમાર, અમિત તિવારી, હરિનાથ, નીતિશકુમાર મિશ્રા
  • ઉત્તર પ્રદેશ-જિશાન ખાન, મોહિત પ્રદીપ વર્મા
  • તમિલનાડુ-રામકૃષ્ણન, રાજશેખર, વેંકટચલમ
  • રાજસ્થાન-ભજનલાલ, જયદીપ
  • હરિયાણા-પવન-પ્રદીપ

ડેટા પ્રમાણે સાત લોકોને હોસ્પિટલમારં ખસેડવામાં આવ્યા છે જેમાંથી ચાર ગંભીર છે. આ ઘટનામાં 34 ભારતીય બચી ગયા હતા જેમને બાજુમાં સ્થિત સાલોમી સિરામીક ફેક્ટરીના રહેણાકમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે જ્વલનશીલ પદાર્થોને યોગ્ય જગ્યાએ રાખવામાં નહોતા આવ્યા જેના લીધે આગ ફેલાઇ હતી. સરકારે આ મામલે તપાસ શરૂ કરી છે.

X
ફેક્ટરીમાં આગ લાગ્યા બાદનું દ્રષ્યફેક્ટરીમાં આગ લાગ્યા બાદનું દ્રષ્ય
ફેક્ટરીમાં લાગેલી આગની તસવીરફેક્ટરીમાં લાગેલી આગની તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી