તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નુકસાન:40 હેકટરમાં 160000000 કરોડનો ડાંગરનો પાક નિષ્ફળ, ચોમાસામાં વરસાદે તો ઓકટોબરમાં કાપણી સમયે માવઠાએ ખેડૂતો માર્યા

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • ઓગષ્ટમાં 120 કરોડનું અને ઓકટોબર40 કરોડનું નુકશાન

કોરોનાની મહામારી વચ્ચે પણ લાખો રૂપિયાનું દેવું કરીને ભાલ પંથકના 35 ગામોના 22 હજારથી વધુ ખેડૂતોની ઉમ્મીદો પર પાણી ફરી વળ્યા હતા.છેલ્લા 10 વર્ષમાં ઓગષ્ટમાં સૌથી વધુ વરસાદ પડયો હતો.જેના કારણે 40 હજાર વધુ એકટરમાં ડાંગરનો પાક ધોવાઇ ગયો હતો.એક હેકટરે ખેડૂતોએ 30 હજારનો ખર્ચ કર્યો હતો.જેથી અંદાજે 120 કરોડનું નુકશાન થયું હતુ. ત્યારબાદ ખેડૂતોએ બચેલી ડાંગરની માવજત કરીને પુન:પાક તૈયાર કર્યો હતો.કેટલાંક ખેડૂતોએ નવેસરથી ડાંગરની રોપણી કરીને પાક તૈયાર કર્યો હતો.પરંતુ આણંદ પંથકમાં છેલ્લા બે દિવસથી કમમોસમી માવઠા પગલે દરેક તાલુકામાં એક થી અડધોઇંચ વરસાદ પવનના સુસવાટા વચ્ચે વરસ્યો છે.જેના કારણે સોજીત્રા,તારાપુર,ખંભાત,આણંદ સહિતના તાલુકામાં 4 હજાર એકટરમાં ડાંગરનો કાપેલો પાક પલ્ડી જતાં તો 10 હજાર હેકટરમાં ઉભોપાક આડો પડી જતાં ભારે નુકશાન થયું છે.માવઠા પગલે 80 કરોડ ઉપરાંતનું નુકશાન થયું છે.

સોજીત્રામાં શનિવાર રાત્રે પવન સાથે એક ઇંચ વધુ વરસાદ થતાં કાપણી લાયક 1500 વીઘા ડાંગરનો પાક પડી ગયો છે.જયારે 700 વીધા જેટલો ડાંગરનો કાપેલ પાક પલ્ડી ગયો છે. જયારે ખંભાત તાલુકાના 1500 વીધા કાપણીલાયક તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો છે. જયારે આણંદ,આંકલાવ,બોરસદ સહિતના તાલુકામાં 4000 હજાર વીધા જમીનમાં ડાંગરના પાકને નુકશાન થયું છે. આ અંગે ખેડૂત દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શનિવાર રાત્રે અને સવારે ભારે વરસાદને કારણે ગોલાણા ગામની 500 વીઘા જેટલી જમીનમાં કાપણીલાયક તૈયાર ડાંગરના પાક જમીનદોસ્ત થયું છે.જેને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.સરકાર ખેડૂતોની ગંભીર પરિસ્થિતિને ધ્યાન લઈ સહાય ચૂકવે તેવી માંગણી છે.

આણંદ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
શનિવાર રાત્રે આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત સહિતના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો.જેમાં સૌથી વધુ સોજીત્રા તાલુકામાં એક ઇંચ વરસાદ તથા આણંદ તાલુકામાં અડધો ઇંચ અને અન્ય તાલુકામાં 3 મીમી થી લઇને 12 મીમી સુધીનો વરસાદ પડયો છે.જયારે ઉમરેઠ તાલુકામાં શુક્રવારની રાત્રે ભારે વરસાદ થતાં 17 મીમી વરસાદ નોંધાયો હતો.

પુરા પલ્ડી જતાં અંદાજે 6 કરોડનું નુકશાન
ડાંગરનો પાક તૈયાર થવા આવ્યો હતો.કેટલીક જગ્યાએ તો કાપેલી ડાંગર પલ્ડી ગઇ છે.ત્યારે વરસાદ પડતાં ડાંગરનું પરાર પલ્ડી ગયું છે.જેથી કોવાય જવાની સંભાવના છે.એક હેકટરે 7 હજાર પુરા તૈયાર થાય છે.એક હજાર પુરાનો ભાવ 3000 હજાર બોલાયા છે.તેમજ નમી ગયેલા ડાંગરનું પરાર બગડી જાય છે.જેથી અંદાજે 2 થી 3 હજાર હેકટરમાં પુરા પલ્ડી ગયા છે. અંદાજે 6 કરોડનું નુકશાન થાય છે.

ડાંગર કાળી પડતાં પુરતા ભાવ મળતાં નથી
ડાંગર વરસાદમાં પલ્ડી જાયતો કાળી પડે છે.તેમજ ઉભી ડાંગર આળી પડી જતાં ઉતારો ઘટી જાય છે.જેના કારણે હેકટરને 250 મણ ઉતારની જગ્યો 180 મણની આસપાસ ઉતારો ઉતરે છે. હેકટરે 70 મણની ઘટ પડે છે.જેથી ખેડૂતો 20 થી 22 હજારનો ફટકો પડે છે.તેમજ ઘાસની તંગી વર્તાતા ઉનાળામાં પશુઅોને શું ખવડાવવું અે પ્રશ્ન ઉભો થશે. - ઇન્દ્રવદન પટેલ, ખેડૂત સોજીત્રા

ખેડૂતોને આર્થિક ફટકો
ઉંદેલના ખેડૂત શબ્બીરભાઈ મલેકે જણાવ્યું હતું કે,5 વીઘા જમીનમાં તૈયાર ડાંગરના પાકની કાપણી કરી હતી.પરંતુ રાત્રિ અને સવારે ભારે વરસાદ વરસવાને કારણે વાઢેલ તમામ ડાંગરનો પાક પલડી જતા નુકશાન થયું છે.મોંઘા બિયારણો,દવાના છંટકાવ અને સખત પરિશ્રમ બાદ તૈયાર પાકને મજૂરો મારફતે મોંઘી મજૂરી ચૂકવી કાપણી કરી હતી.પરંતુ વરસાદને કારણે નુકશાન થતા આર્થિક ફટકો પડ્યો છે.અમારે કોઈ રસ્તો રહ્યો નથી.સરકાર સહાય ચૂકવે તો સારું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો