• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 150 private trains that run on 100 routes in the country, 14 will pass through Gujarat, vatva station will be developed.

અમદાવાદ / દેશમાં 100 રૂટ પર દોડનારી 150 ખાનગી ટ્રેનમાંથી 14 ગુજરાતમાંથી પસાર થશે, વટવા સ્ટેશન ડેવલપ કરાશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • અમદાવાદ સ્ટેશનેથી ભારણ ઘટાડવા વટવા સ્ટેશનેથી ડેઇલી ખાનગી ટ્રેન શરૂ કરાશે

Divyabhaskar.com

Feb 13, 2020, 02:38 AM IST

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદઃ દેશમાં બે ખાનગી ટ્રેન તેજસ શરૂ કર્યા બાદ હવે રેલવેએ વધુ 150 ખાનગી ટ્રેન દોડાવવાની તૈયારીમાં છે. આ 150 ટ્રેનો દેશના 100 રૂટ પર દોડાવાશે. 14 ટ્રેન ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે. વધુમાં અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનું ટ્રાફિક ભારણ વધુ હોવાથી વટવા સ્ટેશન ડેવલપ કરી ત્યાંથી તેમજ સાબરમતી સ્ટેશનથી ખાનગી ટ્રેન દોડાવવાનું આયોજન છે.

100 રૂટ પર ખાનગી ટ્રેન દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી
રેલવેએ અમદાવાદ - મુંબઈ અને લખનઉ - નવી દિલ્હી રૂટ પર ખાનગી ટ્રેનોનું સંચાલન કર્યા બાદ ત્રીજી ટ્રેન ઇન્દોરથી વારાણસી વચ્ચે મહાકાલ એક્સપ્રેસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી સમયમાં દેશના વ્યસ્ત અને સૌથી વધુ આવક મેળવતા 100 રૂટ પર ખાનગી ટ્રેન દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના માટે રેલવેએ આ 100 રૂટને 12 અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચી ખાનગી કંપની પાસેથી મંતવ્યો મેળવાઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ ટ્રેન અમદાવાદ, વડોદરા અને સુરતથી પસાર થશે. મળતી માહિતી મુજબ ઓછા અંતરમાં તેજસ જેવી ટ્રેનો તેમજ લાંબા અંતરમાં હમસફર જેવી ટ્રેનો દોડાવાશે. વધુમાં અમદાવાદમાં ખાનગી ટ્રેનો માટે વટવા સ્ટેશન ડેવલપ કરી ત્યાં જરૂરી પેસન્જર સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે અને ત્યારબાદ ત્યાંથી મુંબઈ માટે ખાનગી ટ્રેન દોડાવાશે.

ગુજરાતમાં દોડનારી ખાનગી ટ્રેનો
ડેઈલી ટ્રેન: મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, સાબરમતી - બ્રિજવાસન (દિલ્હી), વટવા-દાદર, ઉધના-દાદર, વડોદરા- દાદર, અજમેર-જોગેશ્વરી, બાંદ્રા-સંત હિરદારામનગર
વિકલી ટ્રેન: અમદાવાદ-અલ્હાબાદ, બાંદ્રા-જયપુર, ઉધના-આસનસોલ, ઉધના-મંડુઆડીહ, ઉધના-પટના,બાંદ્રા-જયપુર, ચેન્નઈ-ભગત કી કોઠી

સંપૂર્ણ સ્ટાફ ખાનગી કંપનીનો
રેલવે અધિકારીના જણાવ્યા મુજબ તમામ ખાનગી ટ્રેનોમાં લોકો પાયલટ (ડ્રાઈવર) અને ગાર્ડ રેલવેનો કર્મચારી રહેશે. આ ઉપરાંત ટ્રેનમાં ટીટીઈથી લઈ અન્ય સ્ટાફ ખાનગી કંપનીનો રહેશે. ખાનગી કંપનીએ રેલવે સ્ટેશન તેમજ ટ્રેકનો ઉપયોગ કરવા બદલ 16 કોચની એક ટ્રેન માટે કિલોમીટર દીઠ 668 રૂપિયા હોલેજ ચાર્જ (ભાડું) ચુકવવાનું રહેશે.

રાજકોટમાં બ્લોકથી 3 દિવસ ટ્રેન મોડી દોડશે
ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે હોવાથી 3 દિવસ ટ્રેનો મોદી દોડશે. .
14 ફેબ્રુઆરી: પોરબંદર-સંતરાગાચી કવિગુર સુપરફાસ્ટ 2 કલાક, ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ 1.30 કલાક, સોમનાથ-જબલપુર 1.20 કલાક.
16 ફેબ્રુઆરી: એર્નાકુલમ-ઓખા માર્ગમાં 2 કલાક, જબલપુર-સોમનાથ માર્ગમાં 1.40 કલાક, હાવડા-પોરબંદર સુપરફાસ્ટ માર્ગમાં 1.30 કલાક.
17 ફેબ્રુઆરી: સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 1 કલાક.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી