તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પોલિટીકલ:દમણ પાલિકાના 15 વોર્ડ- જિ.પં. માટે બુધવાર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી માત્ર વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસની ઉમેદવારી

દમણ પાલિકા, જિલ્લા પંચાયત અને 14 ગ્રુપ ગ્રામ પંચાયત માટે 8મી નવેમ્બરે મતદાન થશે. જોકે, ફોર્મ ભરવાના પાંચ દિવસ નીકળી જવા છતાં હજુ માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાયું હોવાથી છેલ્લા ત્રણ દિવસમાં ભારે દોડધામ ભર્યા રહેવાની પુરેપુરી શક્યતા છે.દમણ પાલિકાના 15 વોર્ડ, જિલ્લા પંચાયતની 16 બેઠક તથા દમણની 14 ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો માટે 21મી ઓક્ટોબર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાના પાંચ દિવસ વિતી જવા છતાં હજુ સુધી માત્ર દમણ પાલિકાના વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસી મહિલા ઉમેદવાર અસ્તાના શબ્બીર શેખે ઉમેદવારી પત્રક ભર્યુ છે.

હજુ સુધી ઉમેદવારી પત્રક ન ભરાતાં અંતિમ ત્રણ દિવસમાં ભારે દોડધામ ભર્યા રહેવાની પુરેપુરી શક્યતા છે. બીજી તરફ પ્રદેશ ભાજપે હજુ સુધી પાલિકા સભ્ય કે પંચાયતના ઉમેદવારની યાદી બહાર પાડી નથી. આ ઉપરાંત કોંગ્રેસ અને હાલમાં જ જેડીયુના ગઠબંધન યુક્ત પક્ષમાંથી પણ એક પણ ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી. આવા સંજોગમાં ત્રણ દિવસમાં તમામ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પડાપડી કરે એવી પુરેપુરી શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો