કચ્છ / ગાંધીધામના ખોડિયારનગરમાં પાર્ક ૧૫ ટ્રકની બેટરી એક સાથે રાત વચ્ચે ચોરાઇ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ટ્રાન્સપોર્ટના હબ ગાંધીધામમાં ટ્રક માલીકો તસ્કરોથી પરેશાન 
  • એક ક્રેનના કાચ તોડી બેટરી ચોરી - સીસી ટીવીમાં ચોરો કારમાં દેખાયા 

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 12:43 PM IST

ગાંધીધામઃ ગાંધીધામ એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું હબ છે અને આ શહેરમાં ટ્રક, ટ્રેઇલર, આઇવા જેવી મોટી ગાડીઓની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે પણ અત્યારે આ ટ્રકના માલીકો અને ટ્રાન્સપોર્ટરો તસ્કરોના ત્રાસથી પરેશાન થઇ રહ્યા છે. ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં પાર્ક કરેલા ૧૫ ટ્રક અને ત્રણ ક્રેનમાંથી ગુરૂવારે મોડી રાત્રે તસ્કરો ટોળી આ તમામ ગાડીઓમાંથી રૂ.૭૦ હજારથી વધુ કિંમતની બેટરીઓની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે, જો કે આ બાબતે પોલીસ ચોપડે કોઇ નોંધ થવા પામી નથી.

ચાલકોમાં હોહા થઇ ગઇ હતી
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે ખોડિયારનગર પાર્કિંગમાં ૧૫ ટ્રક અને એક ક્રેન પાર્ક થયેલી હતી. આ ૧૬ ગાડીઓમાંથી બેટરીઓ તસ્કરો ચોરી ગયા હોવાની જાણ થતાં ટ્રક ચાલકોમાં હોહા થઇ ગઇ હતી. તસ્કરોએ ત્યાં પાર્ક થયેલી ક્રેનના કાચ તોડીને બેટરી કાઢી લીધી છે. જો કે આ બાબતે પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ નથી. ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ કુલ ૭૦ હજારથી વધુ કિંમતની બેટરીઓ ચોરાઇ હોવાનું જણાવ્યું હતું.

ચોર સફેદ કલરની સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા
આ બનાવમાં પાસેના ગેરજમાં લગાવેલા સીસી ટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી જતી દેખાય છે અને સૂત્રોના જણાવ્યા મુજબ આ ગાડીમાં જ આવેલી ગેંગ દ્વારા આ ચોરીને અંજામ અપાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ રાત્રે પાર્ક થયેલી મોટી ગાડીઓમાંથી ડિઝલ ચોરી, એસેસરિઝની ચોરી અને બેટરીની ચોરીના બનાવો અનેક વખત પ્રકાશમાં આવી ચુક્યા છે તેમાંથી અમુક બનાવો પોલીસ ચોપડે ચડી ચુકી છે, તો નવાઇની વાત એ છે કે, ગુરૂવારે મોડી રાત્રે જ્યારે આ બેટરીઓ ચોરાઇ તે સમયે આ જગ્યાએથી નજીક જ આવેલા સી.જે.શાહ પમ્પની પાસે પોલીસ પેટ્રોલિંગમાં તૈનાત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી