તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુકન્યા સમૃદ્ધિ યોજના:કચ્છની પોસ્ટ ઓફિસોમાં 2 વર્ષમાં દીકરીઓના નામે 15 કરોડની થાપણ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણની રકમ કરમુક્ત
  • મહામારીના 5 મહિનામાં 954 ખાતેદાર વધ્યા.
  • 5 વર્ષમાં 16,281, તો 2015-16માં સૌથી વધુ 5,980 ખાતા ખુલ્યા
  • 2019-20 માટે વ્યાજનો દર 8.4 ટકા નિર્ધારિત કરાયો

કચ્છમાં હવે લોકો દીકરીને પારકી થાપણ ન માનતા, દીકરીના નામે પણ થાપણ મુકતા થયા છે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં 16,281 ખાતા ખોલવામાં આવ્યા છે. વર્ષ 2010થી અત્યાર સુધી 15,06,93,016 રૂપિયાની થાપણ મૂકવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે, જે યોજના બાદ વાલીઓ પોતાની દીકરીના શિક્ષણ, લગ્ન વગેરેને લઇને તેમના નામે બચત કરી રોકાણ કરી રહ્યા છે. ટપાલ વિભાગ દ્વારા પણ આ યોજના શરૂ કરાતાં કચ્છના વાલીઓ પોતાની લાડલીના સમૃદ્ધ ભવિષ્યને ધ્યાને લઇને થાપણ મુકતા થયા છે. આ અંગે પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડેન્ટ મહેશ પરમારે જણાવ્યું હતું કે, યોજના શરૂ થયાના પાંચ વર્ષમાં 16,281 ખાતા કચ્છની પોસ્ટ ઓફિસોમાં વાલીઓએ ખોલાવ્યા છે, જેમાં સૌથી વધુ નાણાકીય વર્ષ 2015-16માં 5,980 તો વળી કોરોના મહામારી વચ્ચે પણ તા.1-4-20થી તા.15-9-2020 સુધી 954 વાલીઓ દ્વારા દીકરીઓના નામે ખાતા ખોલાવવામાં આવ્યા છે. તા.10-7-18થી તા.16-9-2020 સુધી રૂ. 15,06,93,016 થાપણ પેટે મૂકવામાં આવ્યા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રૂ.250માં ખાતું ખોલાવ્યા બાદ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ.250, વધુમાં વધુ રૂ.1,50,000 જમા કરાવી શકાય છે. યોજના અન્વયે નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજનો દર 8.9 ટકા નિર્ધારીત કરાયો છે. દીકરી 21 વર્ષની થાય ત્યારે અથવા 18 વર્ષે જે રકમ હોય તેમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાય અને આ યોજના હેઠળ રોકાણ કરેલી રકમ આવકવેરા કલમ 80-સી અતર્ગત કરમુક્ત હોવાનું પરમારે જણાવ્યું હતું.અત્રે એ પણ નોંધનીય છે કે, કચ્છમાં બચતનું મહત્વ વિશેષ છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં પણ કચ્છ લાંબા સમય સુધી રાજ્યની પોસ્ટ ઓફિસોમાં અવ્વલ રહ્યું હતું.

પાંચ નાણાકીય વર્ષ મુજબ ખાતા
વર્ષખાતા
2015-165980
2015-162626
2015-162186
2018-192390
2019-203099
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો