તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:દાહોદ શહેરના 6 સહિત જિલ્લામાં કોરોનાના 15 કેસ

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા 161 પર પહોંચી

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં પ્રજાની ચિંતામાં વધારો થયો છે. કોરોનાની ચેનને રોકવા માટે રવિવારના રોજ વેપાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રવિવારના રોજ પણ દાહોદ શહેર સહિત જિલ્લામાં કુલ 15 કેસ સામે આવ્યા હતાં. આ કેસોમાં દાહોદ શહેરમાં કરાયેલા RTPCRમાં પાંચ અને રેપીડમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે ઝાલોદમાં એક, દેવગઢ બારિયામાં એક, લીમખેડામાં ચાર, ગરબાડામાં એક અને ફતેપુરામાં બે મળીને કુલ 15 કેસ આવ્યા હતાં.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી છ અને કોરોના થયા બાદ કોર્મોબીડ હોય તેવા 70 લોકો મોતને ભેંટ્યા છે. રવિવારના રોજ આઠ લોકોને રજા અપાઇ હતી ત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 161 ઉપર પહોંચી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો