તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વાપી ઇજનેરના સરોણ ગામે ઘરમાંથી 1.45 લાખની ચોરી

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ ઘરનું તાળુ તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા

વલસાડના વાપી GIDCમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અને નાની સરોણમાં આવેલા તેમના તેમના બંધ ઘરનું તાળું તોળી તોળી ઘરમાં પ્રવેશી 1.45 લાખની મત્તની ચોરી થઇ હતી. ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.વલસાડ જિલ્લાના વાપી GIDCમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અરુણકુમાર છગનભાઇ પટેલ, ઉ.વ. 54, મૂળ રહે નાની સરોણ જલારામ મંદિર નજીક ધોડિયાવાડમાં ઘર આવેલું છે. તેમના મકાનમાં તા.17 ઓક્ટોબરની રાત્રીએ 12;30થી 1;30 દરમિયાન અજાણ્યા ચોર ઈસમો બંધ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશે ચોરી કરી ગયા હતા.

ઘટનાની જાણ અરૂણભાઈને થતા તાત્કાલિક નાની સરોણ તેમના જુના ઘરે આવી ચેક કરતા તેમના બંધ ઘરનું તાળું તોડી રૂમના લાકડાના કબાટમાં મુકેલા 7 તોલાના સોનાના ઘરેણાંની ચોરી થઇ હતી. ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. રૂરલ પોલીસની ટીમે સ્થાનિક બાતમીદારોની મદદ મેળવી ચોરનું પેગેરૂં મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. બનાવ અંગે અરૂણકુમાર પટેલે અજાણ્યા ચોર ઈસમો તેમના બંધ ઘરમાંથી રૂ.1.45 લાખની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો