ગુજરાત / ડાંગમાં ધર્માંતરણ કરાયેલા 144 પરિવારોની ઘરવાપસી

ભોગડીયા ગામમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણમાં ભાગ લેનારા આદિવાસી પરિવારો.
ભોગડીયા ગામમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણમાં ભાગ લેનારા આદિવાસી પરિવારો.

  • ભોગડિયા ગામે શુદ્ધીકરણ કાર્યક્રમ યોજાયો
  • અસામાજિક તત્ત્વોએ હંગામો મચાવ્યો હતો

Divyabhaskar.com

Jan 25, 2020, 02:47 AM IST

સાપુતારા: ડાંગના ભોગડીયા ગામમાં અગ્નિવીર દ્વારા વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલ 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. કિશોરભાઈ મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક દિક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ દરમિયાન અસામાજીક તત્વો દ્વારા હંગામો કરી કાર્યક્રમ બંધ કરવાની કોશિશ કરતા પોલીસે દરમિયાનગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા હતા
ડાંગ જિલ્લાના આદિવાસીઓ ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ ‘અંગીકાર’ કર્યો હતો. ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા હતા. 23મી જાન્યુઆરીએ વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ ડાંગના ભોગડીયા ગામના અગ્નિવીર દ્વારા યોજાયો હતો. જેમાં 144 ડાંગના આદિવાસી પરિવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

X
ભોગડીયા ગામમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણમાં ભાગ લેનારા આદિવાસી પરિવારો.ભોગડીયા ગામમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણમાં ભાગ લેનારા આદિવાસી પરિવારો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી