તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:રાજકોટમાં 143 કોરોના પોઝિટિવ, 26 દર્દીનાં મોત, કેબિનેટ મંત્રી બાદ જિલ્લા બેંકના 16 કર્મી પોઝિટિવ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • કામદાર વીમા યોજનામાં 43 બેડની વ્યવસ્થા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 143 દર્દી નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરના 99 કેસ છે, જ્યારે ગ્રામ્યના 44 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. પરિણામે રાજકોટ શહેર જિલ્લાના કુલ દર્દીઓનો આંક 7050 પર પહોંચ્યો છે. રાજકોટ શહેરમાં સારવાર હેઠળના 193 દર્દીને રજા આપવામાં આવી છે. બીજી તરફ સારવાર હેઠળ રહેલા 26 દર્દીના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે. મોત થયેલા 26માંથી રાજકોટ શહેરના 20, ગ્રામ્યના 4 દર્દીઓ છે, જ્યારે અન્ય જિલ્લાના બે દર્દીનાં મોત થયા છે. હાલ રાજકોટ શહેરના 1238 દર્દી સારવાર હેઠળ છે.

જિલ્લા બેંકના 16 કર્મચારી પોઝિટિવ આવ્યાં
રાજકોટ ગ્રામ્યમાં હાલ 588 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાત પાણી પુરવઠાના બે કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે જિલ્લા બેંકના 16 કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કોરોના કેસ સતત વધતા હોવાથી વહીવટી તંત્ર, આર.ડી.ડી. અને ઇ.એસ.આઇ.એસ.એ કામદાર રાજ્ય વીમા યેાજના જનરલ હોસ્પિટલમાં 43 બેડની કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્રમાં રાત્રે 9, ધન્વંતરિ રથમાં 8 સુધી ટેસ્ટ
રાજકોટમાં આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ લોકો નોકરી, ધંધાના કારણે ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રનો લાભ લઇ શકતા નથી. તેથી મનપાના આરોગ્ય કેન્દ્ર રાત્રે 9 વાગ્યા સુધી અને ધન્વંતરિ રથ રાત્રે 8 વાગ્યા સુધી કોરોના સેમ્પલ લેવાની કામગીરી કરશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો