તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદ તાલુકામાં રવિવારે કોરોનાના14 પોઝિટીવ કેસ, 14 દિવસમાં 13841 વ્યક્તિઓના ટેસ્ટ કરાયા

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 191 પોઝિટીવ કેસ નોધાયા, છેલ્લા સાત દિવસમાં 94 કેસ

દિવાળી બાદ આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ દોઢી થઈ છે. અને દૈનિક 10 થી વધુ કેસ નોધાઈ રહ્યાં છે. જે ચિંતાનો વિષય બન્યો છે. રવિવારે પણ આણંદ તાલુકામાં 14 અને ખંભાતમાં 1 મળીને કુલ 15 પોઝિટીવ કેસ નોધાયા છે. જ્યારે છેલ્લા 14 દિવસમાં 13841 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 13650 દર્દીઆેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે 191 પોઝિટીવ કેસો નોધાયા છે. આમ જિલ્લાનો કુલ આંક 1694 પર પહોચ્યો છે. જેમાં હાલ માત્ર 57 દર્દીઆે સારવાર હેઠળ છે. જો કે, અત્યાર સુધીમાં કુલ 1621 દર્દીઆે કોરોનાને મહાત આપી છે.

રવિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં 15 કેસનો નોધાયા છે. જેમાં આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે રહેતા 16 કિશોર, પાધરીયા વિસ્તારમાં રહેતાં 36 વર્ષના પુરુષને,ગ્રીડ ચોકડી પાસે રહેતાં 34 વર્ષના પુરુષ, ડો.કુરિયન એન્કલેવ પાસે રહેતાં 66 વર્ષના વૃદ્વ, ઈરમા ગેટ પાસે રહેતાં 18ના યુવકને , બોરસદ ચોકડી પાસે રહેતાં 57 વર્ષના આધેડ, આણંદના બાકરોલ ગામે રહેતાં 70 વર્ષના વૃદ્વા, જીટોડીયા ગામે રહેતી 23 વર્ષની યુવતી તેમજ 32 વર્ષના યુવકને, વિદ્યાનગરના નાનાબજાર વિસ્તારમાં રહેતાં 47 વર્ષની મહિલા તેમજ શ્રી હરિનગર પાસે રહેતાં 32 વર્ષનો યુવક, વડોદ ગામે રહેતાં 60 વર્ષના વૃદ્વ, મોગર ગામે રહેતાં 66 વર્ષના વૃદ્વને, ખડા ગામે રહેતાં 24 વર્ષનો યુવક ,ઉપરાંત ખંભાત તાલુકના નાનાકલોદરા ગામે રહેતાં 80 વર્ષના વૃદ્વાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઆેનો કુલ આંક 1694 પર પહોંચ્યો છે.

જિલ્લામાં હાલ 57 દર્દીઆે સારવાર હેઠળ
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રણ રફતાર પકડી છે. ત્યારે આણંદ જિલ્લામાં હાલ કુલ 57 દર્દીઆે સારવાર હેઠળ છે. જેમાં 36 દર્દીઆે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 17 દર્દીઆે ઘરે સારવાર લઈ રહ્યાં છે. આમ 52 દર્દીઆેની હાલત સ્થિર છે. 4 દર્દીઆે ઓક્સિજન પર છે. જ્યારે 1 દર્દી વેન્ટીલેટર પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો