વિધાનસભા શિયાળું સત્ર / અમદાવાદ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા 2 વર્ષમાં 1397 લોકોના મોત

1397 people Death in road accidents in Ahmedabad city and district in last 2 years
ફાઈલ તસવીર- BRTS બસની નીચે બે સગા ભાઈઓનો કચડતા મોત થયા હતા
ફાઈલ તસવીર- BRTS બસની નીચે બે સગા ભાઈઓનો કચડતા મોત થયા હતા

  • ગાંધીનગરમાં બે વર્ષમાં 463 લોકોના મોત

Divyabhaskar.com

Dec 09, 2019, 03:11 PM IST
ગાંધીનગર: અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતથી કુલ 1397 લોકોના મોત થયા છે. જ્યારે ગાંધીનગરમાં બે વર્ષ માં 463 લોકોના મોત થયા છે. આજે શરૂ થયેલા વિધાનસભાના શિયાળું સત્રમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના સવાલના જવાબમાં આ માહિતી સામે આવી હતી.
વિધાનસભા પ્રશ્નોતરીમાં વિગત બહાર આવી
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમિયાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં વાહન અકસ્માતમાં 313ના મોત થયા હતા, જ્યારે 2019ના નવેમ્બર મહિના સુધીમાં 416ના મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 2018માં 318 અને 2019 નવેમ્બર સુધી 307 લોકોના મોત થયા છે. આજ પ્રમાણે ગાંધીનગરમાં વર્ષ 2018માં માર્ગ અકસ્માતમાં 249 ના મોત થયા છે, જ્યારે 2019 નવેમ્બર સુધી માં 214 લોકો ના મોત થયા છે.
X
1397 people Death in road accidents in Ahmedabad city and district in last 2 years
ફાઈલ તસવીર- BRTS બસની નીચે બે સગા ભાઈઓનો કચડતા મોત થયા હતાફાઈલ તસવીર- BRTS બસની નીચે બે સગા ભાઈઓનો કચડતા મોત થયા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી