તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અપડેટ:રાજકોટ જિલ્લાના 139 ગામ કે જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ વીંછિયા તાલુકાના 42 ટકા ગામ હજુ કોરોનામુક્ત, ગોંડલ-જેતપુરમાં 4% બાકી

રાજકોટમાં કોરોનાનો સૌથી ટોચનો સમય હવે ધીરે ધીરે પસાર થઈ ગયો છે અને કેસ ઘટવાના શરૂ થયા છે તેવા સમયે રાજકોટ જિલ્લાના 598 ગામમાંથી 139 એવા ગામ છે જેમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજકોટ જિલ્લાના 139 ગામમાં એકપણ કેસ નોંધાયો નથી. રાજકોટ તાલુકાના 96માંથી 27 તાલુકા કોરોનામુક્ત છે જે કુલના 28 ટકા છે. સૌથી વધુ વીંછિયા તાલુકામાં 52માંથી 22 એટલે કે 42 ટકા ગામમાં હજુ કોરોના પહોંચ્યો નથી. ગોંડલ અને જેતપુરમાં 4 અને 2 ગામ જ કોરોનાથી દૂર છે.

કોરોનામુક્ત ગામ
તાલુકોગામની સંખ્યા
રાજકોટ27
લોધિકા8
કોટડા(સાં)12
જસદણ17
વીંછિયા22
પડધરી18
ગોંડલ4
જેતપુર2
ધોરાજી3
ઉપલેટા18
જામકંડોરણા8
કુલ139

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર એવા ગામો કે જ્યાં શરૂઆતથી જ માઈગ્રેશન નથી થયું, બહારથી લોકો નથી આવ્યા ત્યાં કેસ આવ્યા નથી. બીજુ કારણ એ પણ હોઇ શકે કે ઓછી વસતી ધરાવતા નાના ગામોમાં તેમજ સીમ વિસ્તારમાં રહેતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું હોય છે તેમજ ગ્રામજનો પણ જાગૃત બન્યા હોવાથી કેસ નોંધાયા નથી. તંત્ર આમ છતાં સતત ટેસ્ટની સંખ્યા વધારી એ વાતની ખરાઈ કરવા પ્રયત્ન કરશે કે ક્યાંય કોઇ કેસ છૂટે નહીં. હાલની સ્થિતિએ આ ગામોમાં એકપણ કેસ આવ્યા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો