તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 13 States, 108 Cases, 2 Deaths: Corona Has Doubled Across The Country In 15 Days, Now The Challenge Of Stopping The Transition To Stage 3

13 રાજ્ય, 108 કેસ, 2 મૃત્યુઃ 15 દિવસમાં દેશભરમાં કોરોનાનો કહેર બમણો થયો, હવે સંક્રમણને સ્ટેજ 3માં પહોંચતું રોકવાનો પડકાર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 ફેબ્રુઆરીએ 8 રાજ્યોમાં 54 દર્દીઓ હતા અને મૃત્યુ એકપણ ન હતું, 15 દિવસમાં અડધા દેશ પર કોરોનાનો ભય છવાઈ ગયો
  • હજુ મહત્તમ કેસ વિદેશ યાત્રા કરીને આવેલા લોકોમાં લાગુ થયેલ સંક્રમણ સંબંધિત છે માટે હજુ ય રોગચાળો કાબુમાં લઈ શકાવાની આશા જીવંત

નેશનલ ન્યૂઝ, અમદાવાદઃ કોરોનાનો હાહાકાર યુરોપની માફક ભારતમાં હજુ ઘાતક નથી બન્યો પરંતુ સંક્રમણના પ્રસારની ઝડપ ભયજનક હોવાનું નકારી શકાય તેમ નથી. રવિવારે એક જ દિવસમાં 9 કેસ નોંધાતાં સંક્રમિત લોકોનો આંકડો 108 સુધી પહોંચ્યો છે. ગત 27 ફેબ્રુઆરીએ 8 રાજ્યોમાં 54 દર્દીઓ હતા, તેની સામે અત્યારે કોરોનાનું સંક્રમણ દેશના 14 રાજ્યોને ભયભીત કરી રહ્યું છે. હજુ સુધી ભારતમાં Covid-19નું સંક્રમણ બીજા તબક્કામાં છે. 15થી 25 દિવસમાં રોગી સાજાં થઈ શકે છે. એ જોતાં આગામી 1 મહિના સુધીમાં ભારત સરકાર જો મક્કમ પગલાં નહિ લે તો સ્ટેજ 3માં પહોંચ્યા પછી કોરોના યુરોપની માફક ભારતમાં પણ ભયજનક બની શકે છે. 

15 દિવસમાં બમણી સંખ્યા
ભારત સરકારે આરંભથી જ કડક પગલાંઓ ભરવા માંડ્યા હતા પરંતુ રોગચાળાનું કેન્દ્ર ચીનથી બદલાઈને યુરોપ તરફ ફંટાયું એ પછી ભારતમાં પણ સંખ્યા ઝડપભેર વધવા લાગી છે. કારણ કે ચીનની સરખામણીએ ભારતીયોનો યુરોપ સાથેનો સંપર્ક વધારે ઘનિષ્ઠ છે. એટલે જ ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોની મુલાકાત લઈને આવેલા ભારતીયો કોરોના સંક્રમણનો આંકડો વધારી રહ્યા છે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહની સરખામણીએ માર્ચના બીજા સપ્તાહના અંત સુધીમાં ભારતમાં અસરગ્રસ્ત રાજ્યો અને સંક્રમિતોની સંખ્યા બમણી વધી ગઈ છે. 

સ્ટેજ-2 હોવાથી પ્રસાર ધીમો, પણ હવે ઝડપ વધશે
સંક્રમણ (Epidemic)ના વિજ્ઞાન મુજબ, આરંભે વાયરસ એક જગ્યાએથી પ્રસાર થવાનો શરૂ થાય ત્યારે મર્યાદિત વિસ્તારમાં તેનો ચેપ લાગે છે. આ પહેલું સ્ટેજ અત્યંત ધીમું હોય છે અને તેમાં રોગચાળા અંગે જલદી ખબર નથી પડતી. બીજા તબક્કામાં ચેપગ્રસ્ત લોકો અન્ય દેશોમાં જાય અને ત્યાં રોગચાળો ફેલાવે છે. ભારતમાં હાલ જે કેસ નોંધાઈ રહ્યા છે એ પૈકી મહત્તમ કેસ વિદેશયાત્રા કરીને આવેલા લોકો છે. આ તબક્કામાં રોગનો પ્રસાર થોડો વધુ હોય છે પરંતુ આવશ્યક પગલાંઓ લઈને તેમજ વિદેશથી આવતાં લોકોની સઘન તપાસ કરીને રોગચાળાને નિયંત્રણમાં લઈ શકાય છે. 

સ્ટેજ-3 વધુ જોખમી બની શકે
સંક્રમિત દેશોની મુલાકાત લીધા વગર કે એ દેશના લોકોના સંપર્કમાં આવ્યા વગર ભારતીય નાગરિકો કોરોનાનો ભોગ બનવા માંડે ત્યારે એ ત્રીજો તબક્કો શરૂ થયો ગણાય. આ તબક્કાની ઝડપ તીવ્ર હોય છે કારણ કે તેને રોકવો મુશ્કેલ છે. Covid-19ના વાહક ઓળખી શકાતાં નથી માટે ક્યાં અને કોના પર નિયંત્રણ મૂકવું એ નક્કી થઈ શકતું નથી. પરિણામે આ તબક્કો સૌથી વધુ ઝડપી હોય છે. ઈટાલી, સ્પેન, ઈરાન હાલ ત્રીજા તબક્કામાં છે. કોરોનાના દર્દીઓ 15થી 25 દિવસમાં સાજાં થવાની શક્યતા ધરાવે છે એ જોતાં ભારત પાસે હજુ પણ ત્રીજા તબક્કામાં પ્રવેશવા આડે એક મહિનાનો સમય છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો