ગીર ગઢડા / જામવાડા રોડ પર મધરાતે એક સાથે 13 સિંહો જોવા મળ્યાં, વીડિયો વાઈરલ

  • જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવાથી સિંહો ખુલ્લા વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે

Divyabhaskar.com

Oct 07, 2019, 03:47 PM IST

ગીર-સોમનાથ:ગીર ગઢડાનાં જામવાડા રોડ પર ગતરાત્રે 13 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું હતું. જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન જંગલ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી સિંહો ખુલ્લા વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે.

(જયેશ ગોંધીયા, ઉના)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી