તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગાંધીધામ-કિડાણા, મુન્દ્રામાંથી 13 જુગારી 25 હજાર રોકડ સાથે જબ્બે

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નજીક કિડાણા ગામમાં આવેલી સમરશાપીરની દરગાહ સામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કરશનભાઇ વાસણભાઇ જરૂ, ઉમર ઇસ્માઇલ ઓઠા, વાલજીભાઇ અરજણભાઇ જરૂ, હરેશ ભચુભાઇ દાફડા અને વાલજીભાઇ દેવરાજભાઇ જરૂને બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે રૂ.11,100 રોકડ અને રૂ.5,000 ની કિંમતના 1 મોબાઇલ સહિત કુલ રૂ.16,100 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

તો ગણેશનગર રિક્ષા સ્ટેન્ડ પાછળ ધાણીપાસાનો જુગાર રમી રહેલા મહેન્દ્રભાઇ તેજપાલભાઇ મહેશ્વરી, લધાભાઇ કારાભાઇ સુમાર, ધર્મેશભાઇ રામજીભાઇ મહેશ્વરી અને ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ મહેશ્વરીને રૂ.10,200 રોકડ રકમ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી ગુનો નોંધ્યો હતો.તો પશ્ચિમ કચ્છમાં મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલા સુરજનગરમાં મુન્દ્રા પોલીસ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મદનસિંહ હયાસસિંહ ઠાકુર, જીતેન્દ્ર સીતારામ પાસવાન, રામ સખારામ શ્રીરાધેશ્યામ બેઠા, પ્રશાંતકુમાર બલીયારસિંગ ઠાકુર (રહે. નાના કપાયા) 14,200 રોકડ અને ત્રણ મોબાઇલ કિંમત 6 હજાર મળી કુલ 20,200ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો