ઉત્તરાખંડ / 11 વર્ષની રાખીએ બહાદુરી બતાવી દીપડાના હુમલાથી નાના ભાઈને બચાવ્યો પણ તેની હાલત ગંભીર

11-year-old Uttarakhand girl mauled while saving 4-yr-old brother from leopard

  • 4 વર્ષના રાઘવને બચાવવા તેણે પોતાના જીવની ચિંતા કરી
  • હાલ રાખી દિલ્હીની હોસ્પિટલમાં મોત સામે લડી રહી છે
  • લોકલ ધારાસભ્યએ તેના પરિવારને 1 લાખ રૂપિયા સારવાર માટે આપ્યા
  • ડીએમ તેનું નામ બહાદુરી અવોર્ડ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપશે

Divyabhaskar.com

Oct 10, 2019, 10:22 AM IST

ઉત્તરાખંડ: 11 વર્ષની રાખી તેની બહાદુરી બદલ આખા દેશમાં છવાઈ ગઈ છે. પૌડી ગઢવાલ જિલ્લાની રહેવાસી રાખીએ તેના ચાર ભાઈને દીપડાથી બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. દીપડાએ કરેલા હુમલાને લીધે હાલ તે દિલ્હીની હોસ્પિટલમાં મોટ સામે જંગ લડી રહી છે. 4 ઓક્ટોબરે થયેલી આ ઘટના પછી સ્ટેટ ગવર્મેન્ટ તેનું નામ બહાદુરી અવોર્ડ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવાના છે.

ભાઈને થોડી કે ઈજા થવા ન દીધી
જિલ્લાના ડીએમ ધીરજ સિંહે આ ઘટના વિશે જણાવ્યું કે, રાખી અને તેનો ભાઈ સાંજે ખેતરમાંથી પરત તેમને ઘર દેવકુન્ડાઈ ગામે જઈ રહ્યા હતા. આ સમયે દીપડાએ તેમની પર હુમલો કર્યો જતો. દીપડાને જોઈને રાખીએ તેના ભાઈ રાઘવને કવર કરી લીધો. દીપડાએ ઘણી બધી વાર રાખી પર હુમલો કર્યો પણ તેણે રાઘવ પર એક આંચ ન આવવા દીધી. જ્યાં સુધી રાખીની માતા ન આવી ત્યાં સુધી દીપડાએ રાખી પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું. રાખીને હાથ અને માથા પણ ઘણી બધી ઇજા થઈ છે. તેને હાલ દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરી છે.

1 લાખ રૂપિયા સારવાર માટે આપ્યા
લોકલ ધારાસભ્ય અને સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજે કહ્યું કે, જ્યારે આ સમાચાર મારા ધ્યાનમાં આવ્યા અને મને ખબર પડી કે બહાદુર રાખીની તબિયત ગંભીર છે ત્યારે મેં તરત તેના પરિવારનો કોન્ટેક્ટ કર્યો. રાખીને સોમવારે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાવી. મેં મારા પગારમાંથી 1 લાખ રૂપિયા પણ રાખીની ટ્રીટમેન્ટ માટે આપ્યા. હું રાખીને મળવા દિલ્હી પણ જવાનો છું.

11 વર્ષની રાખીએ તેના 4 વર્ષના લાડકવાયા ભાઈ રાઘવનો જીવ તો બચાવી લીધો પણ હાલ તે પોતે મોટ સામેની જંગ લડી રહી છે.

X
11-year-old Uttarakhand girl mauled while saving 4-yr-old brother from leopard

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી