તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બાગે ફિરદોશ પોલીસ લાઈન પાસે રહેતા એક પરિવારમાં સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પુત્રીએ માતાને જાણ કરતા  પતિ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બાગે ફિરદોશ પોલીસ લાઈન પાસે  33 વર્ષની મહિલા તેના પરિવાર સાથે રહે છે. પહેલા પતિથી મહિલાને બે પુત્રી થઈ હતી. બીજા લગ્ન કર્યા બાદ પરિવાર સાથે રહેતો હતો. બે પુત્રીમાંથી 11 વર્ષની નાની પુત્રી સાથે તેના સાવકા પિતાએ રાતે શરીર પર સુઈ જતા તેની માતા જોઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તેના પતિને પૂછતાં હું તેનું મોઢું જોતો હતો તેમ કહ્યું હતું. પુત્રીને બોલાવી પૂછતાં તેણે કહ્યું હતું કે પિતા મારી સાથે ખરાબ કામ કરતા હતા. એક વર્ષથી આવું કામ કરે છે અને જો હું આ વાત મમ્મીને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો