તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:છાપીના કોટડી ગામે રસ્તામાં ટ્રેક્ટર ઉભું રાખવાની તકરારમાં 11 શખ્સોનો હુમલો

છાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઈપ અને લાકડી વડે માર મારતાં પાંચને ઈજા, છાપી પોલીસે ગુનો નોંધ્યો

વડગામ તાલુકાના કોટડી ગામે શુક્રવાર મોડી રાત્રે રસ્તામાં ટ્રેકટર ઉભું રાખવા બાબતે તકરાર થઈ હતી. જેમાં ગામના જ 11 ઈસમો ભીખાભાઇ ચૌધરીના ફાર્મ હાઉસમાં ઘુસી પાંચને માર મારતાં તમામ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

કોટડી ગામે ભીખાભાઇ ચૌધરીના ફાર્મ હાઉસમાં ગામના જ અર્જુનસિંહ સહિતના શખ્સો ઘુસી ભીખાભાઇના પુત્ર ચિરાગ તેમજ રાહુલ રમેશભાઈ ચૌધરી, દીપેશભાઈ ચૌધરી અને રાહુલ મનુભાઈ ચૌધરીને કહેલ કે રસ્તામાં ટ્રેકટર કેમ ઉભું રાખ્યું છે તેમ કહી ઉશ્કેરાઈ અપશબ્દો બોલતા ભીખાભાઇ ચૌધરીએ ના પાડતા પાઇપો, લાકડીઓ વડે હુમલો કરી ચારને મારમાર્યો હતો. તેમજ ગાયો-ભેંસો દોહવાનું મિલકિંગ મશીન અને ડીઝલ ફિલ્ટર તોડી નાખતાં કુલ રૂ.55 હજારનું નુકશાન કરતા ફાર્મ હાઉસના માલિક ભીખાભાઇ હરિભાઈ ચૌધરીએ 11 ઈસમો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આ બનાવને પગલે ગામમાં અજંપા ભરી સ્થિતી જોવા મળી હતી.

કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) અર્જુનસિંહ ઉદયસિંહ ઝાલા
(૨) સંજયસિંહ ખુમાજી ઝાલા
(૩) હિતેશસિંહ ખુમાજી ઝાલા
(૪) ચેતનસિંહ જામતાજી ઝાલા
(૫) મહેન્દ્રસિંહ દશરથજી ઝાલા
(૬) જગતસિંહ પ્રતાપજી ઝાલા
(૭) આકાશ પ્રવીણસિંહ ઝાલા
(૮) વિજયસિંહ ગુલાબસિંહ ઝાલા
(૯) મેહુલસિંહ ગોપાલસિંહ ઝાલા
(૧૦) રાહુલસિંહ પ્રતાપસિંહ ઝાલા
(૧૧) અજીતસિંહ ચંદાજી ઝાલા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો