અરવલ્લી / જિલ્લામાં લાશો મળવાનો સિલસિલો યથાવત, 40 દિવસમાં 11 મૃતદેહો મળ્યા

11 person death body found in 40 days in arvalli district

  • અરવલ્લીમાં છેલ્લા એક માસ અને દસ દિવસના સમયગાળામાં 11  લાશો મળી તેમાં મોટા ભાગના યુવા વર્ગના

Divyabhaskar.com

Feb 15, 2020, 05:46 PM IST

ભિલોડા: અરવલ્લી જિલ્લામાં હત્યા,અપહરણ, આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો બુદ્ધિજીવી વર્ગ સાથે પ્રજાજનો પણ ચિંતિત બન્યા હોવાની સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાની સાથે અસલામતીનો અહેસાસ અનુભવી રહ્યા છે. મોટી ઈસરોલ નજીક બ્રિજ પર યુવકની લાશ મળી મળતાં 5 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી 40 દિવસમાં 11 મૃતદેહો મળ્યા છે. જિલ્લા પોલીસતંત્ર માટે પણ સતત મળી આવતા મૃતદેહો પડકારજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હોય તેમ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક માસ અને દસ દિવસના સમયગાળામાં 11 લાશો મળી આવી છે. જેમાં મોટા ભાગે યુવા વર્ગ છે.
શુક્રવારે બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં મૃતદેહ હોવાનું માલુમ પડતાં ગ્રામજનોએ યુવતીના મૃતદેહ બાબતે બાયડ પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાના થોડાક કલાકોના ટૂંકા ગાળામાં મોડાસા-શામળાજી હાઈવે પર મોટી ઈસરોલ ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. યુવકની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. યુવકની હત્યા કરી લાશને ફેંકી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
8 લટકતી અને બે લાશ તળાવમાં મળી
અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જિલ્લામાં 5 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએથી 8 લટકતી લાશો મળી છે. જ્યારે બે કિસ્સામાં તળાવમાંથી લાશ મળી છે જેમાં મોટા ભાગે યુવાન વયના જ વ્યક્તિઓ છે. ત્યારે ખૂબ જ ચિંતનનો વિષય થયો છે કે ભરયુવાનીમાં આવા નિર્ણયો લેવા પાછળ કયા કારણો કામ કરે છે.
5 જાન્યુઆરીથી અત્યાર સુધી અરવલ્લીમાં મળેલી લાશ
1) 5 જાન્યુઆરી – સાયરા નજીકના અમરાપુર ગામની ૧૯ વર્ષની યુવતીની વડના ઝાડ પરથી લટકતી લાશ મળી

2) 8 જાન્યુઆરી – બાજકોટ ગામની સીમમાં આવેલ તળાવમાંથી ૩૦ વર્ષિય યુવક વિશાલ શંકરલાલ ફનાતની લાશ મળી

3) 11 જાન્યુઆરી- બાયડ તાલુકાના પટેલના મુવાડા ગામે ૪૬ વર્ષિય અનિલભાઈ સોમાભાઈ પટેલની ખેતરમાં ઝાડ ઉપરથી લાશ મળી

4) 20 જાન્યુઆરી – ભિલોડાના સામેરામાં ૨૨ વર્ષિય મહેશભાઈ અમરાભાઈ કટારાની ઘર પાછળના ડુંગર ઉપર ઝાડ પર લટકતી લાશ મળી

5) 24 જાન્યુઆરી – ભિલોડાની હાથમતી નદી પાસે ખેતર તરફ જવાના માર્ગ ઉપરથી પોશીના ગામની ૩૨ વર્ષિય મહિલા રમીલાબેન કિશનભાઈ પરમારની ઝાડ ઉપર લટકતી લાશ મળી
6) 28 જાન્યુઆરી – માલપુરના ડુંગરમાંથી એક સગીર વયની વિદ્યાર્થીની અને મજૂરી કરતા એક સગીર કિશોરની ઝાડ ઉપરથી લટકતી હાલતમાં લાશ મળી હતી

7) 30 જાન્યુઆરી – મેઘરજમાં નર્સીંગનો અભ્યાસ કરતી રાજસ્થાનની ચાંદની ફતાભાઈ કોટડની ઘરમાંથી જ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

8) 30 જાન્યુઆરી – ભિલોડાની બુઢેલી નદી પાસે ખેતરમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં ૩૫ વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો

9) 14 ફેબ્રુઆરી - બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી યુવતીની લાશ મળી

10) મોટી ઈસરોલ નજીક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

X
11 person death body found in 40 days in arvalli district

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી