તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10માં અંગ્રેજી વિષયનું પેપર સરળ નીકળતાં હોંશિયાર છાત્રો સ્કોર કરશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કઠીનતા મૂલ્યોના પાંચ પ્રશ્નો કઠીન પડ્યા

મહેસાણાઃ ધોરણ 10માં સોમવારે અંગ્રેજીના પ્રશ્નપત્રમાં મોટાભાગના પ્રશ્નો સરળ પૂછાતાં અવરેજ વિદ્યાર્થીઓને પેપર સહેલું લાગ્યું હતું. પાઠ્યપુસ્તક પેટર્નના પ્રશ્નો હોઇ ઉત્તર લખવામાં સરળતા રહી હતી. જોકે, કઠીનતા મૂલ્યોના 5 પ્રશ્નો સમજ માંગી લે તેવા પૂછાતાં આ પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓને કસોટી થઇ હતી. 
વિષય શિક્ષક અર્ચનાબેન શાહે કહ્યું કે, અંગ્રેજીનું પેપર સરળ છે. હોંશિયાર વિદ્યાર્થીઓ જરૂર સ્કોર મેળવશે. એવરેજ વિદ્યાર્થીઓ માટે પાસીંગમાં સરળ પેપર રહ્યું છે. પાઠ્ય પુસ્તકના લેશન સંબંધિત પ્રશ્નો પૂછાયાં છે. જિલ્લામાં ધોરણ 10ના 34764 પૈકી 33956 વિદ્યાર્થીઓએ અંગ્રેજીની પરીક્ષા આપી હતી, 808 વિદ્યાર્થી ગેરહાજર હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 43661 પૈકી 4351 વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી, 15 ગેરહાજર હતા. સામાન્ય પ્રવાહમાં ગુજરાતીની પરીક્ષામાં 11788 પૈકી 15026 વિદ્યાર્થી બેઠા હતા, જ્યારે 238 પરીક્ષાર્થી ગેરહાજર હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser