તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ઉમરેઠમાં તમાકુ ખરીદીના બ્હાને ખેડૂતને 10.87 લાખનો ચુનો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે ભેજાબાંજો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો

ઉમરેઠના ખેડૂત પાસેથી રૂપિયા પંદર લાખની તમાકુ ખરીદી કર્યા બાદ રૂપિયા પાંચ લાખ ચૂકવી રૂપિયાપુરા અને મહુધાના બે શખ્સોએ 10.87 લાખ રૂપિયાની ચૂકવણી ન કરતાં સમગ્ર મામલો ઉમરેઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉમરેઠ પોલીસે બંને શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ઉમરેઠ શહેરમાં ધોબી ફળિયામાં 38 વર્ષીય રાહુલકુમાર પટેલે સફીભાઈ મલેકને ફોન કરીને પોતાની એક હજાર મણ તમાકુ વેચાણ બાબતે વાત કરી હતી.ત્યારબાદ સફીભાઇ વાસણા ગામના મનીષભાઈ પટેલ નામના તમાકુના વેપારીને લઈને આવ્યા હતા. અને રાહુલકુમાર પટેલ સાથે તમાકુનો ભાવ તાલ નક્કી કરી તમાકુ કુલ રૂપિયા 15,87,574માં લેવાનું નક્કી કર્યું હતું. અને તેઓ ત્રણ ટેમ્પામાં તમાકુ ભરી ગયા હતા. અને રાહુલકુમાર પટેલને પ્રથમ રૂપિયા પાંચ લાખ રોકડા ચૂકવી આપ્યા હતા. બાકીના રૂપિયા 10,87,574 બાદમાં ચૂકવી આપવાનું કહ્યું હતું. આ વખતે સફીમીયા મલેકે જણાવ્યું હતું કે, મનીષભાઈએ રૂપિયાપુરા ગામનો મથુરભાઈ ભીખાભાઈ ઠાકોર અને હું તમારી તમાકુ ભરીને લઈ ગયા હતા. તમારા બાકીના નાણા તમને નહીં મળે તેમ જણાવતા ઉમરેઠ પોલીસમાં સફીમીંયા અને વેપારી સામે ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો