સારવાર:નેલસુરની મહિલા દવાખાને પહોંચે તે પહેલાં જ 108માં પ્રસૂતિ કરાવાઇ

ગરબાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના નેલસુર ગામની ગર્ભવતી મહિલા માટે ઇમર્જન્સી સેવા દેવદૂત બનીને આવી હતી. દવાખાને પહોંચે તે પહેલાં જ પ્રસવની પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ તેને પ્રસુતિ કરાવતાં બાળકીને જન્મ આપ્યો હતો. ગુજરાતમાં 2008થી શરૂ થયેલી ઇમર્જન્સી 108 અંબ્યુલેન્સ સેવા છેલ્લા 14 વર્ષોથી સરહદી તેમજ આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લાના આંતરિયાલ વિસ્તારોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે કટોકટીના સમયમાં દેવદૂત બની કેટલાય લોકોના જીવ બચાવી સંજીવની સમાન સાબીત થઈ રહી છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો ગરબાડા તાલુકામાં બનવા પામ્યો છે.

જેમાં નેલસુર ગામની 23 વર્ષીય રશિદાબેન રિતેશભાઈ ગમાર નામક પરિણીત ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ લઈ જવાની હોવાથી તેમના પરીવારજનોએ 108 ઇમર્જન્સી સેવામા કોલ કર્યો હતો. દાહોદ લોકેશનની એમ્બયુલેન્સ સેવામા ઇએમટી શુશીલાબેન પટેલ તેમજ પાયલોટ નિલેશભાઈ રાઠોડ નેલસુર ગામેથી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવા માટે રવાના થયાં હતા.

ત્યારે રસ્તામાં મહિલાને પ્રસવની પીડા ઉપડતા તેઓને હોસ્પિટલ લઈ જતા પહેલા જ ઇએમટી પાયલોટે એમ્બયુલેન્સમાં જ પ્રસુતી કરાવવાની ફરજ પડતા બન્નેએ એમ્બયુલેન્સ માંજ મહિલાની સફળ પ્રસુતી કરાવતા મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો.જોકે,બાળકી અને માતા બંને સ્વસ્થ જણાતા એમ્બયુલેન્સ સેવાના કર્મચારીઓએ તેમને જેસાવાડા સીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...