તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:દાહોદ કલેક્ટર કચેરીના 107 કર્મચારીઓ રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું હતું
  • કલેક્ટર, અધિક કલેક્ટરના રિપોર્ટ પણ નેગેટિવ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવીને કોરોના મહામારી સામે ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નો સંદેશ આપ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પણ બુધવારે કોરોના ટેસ્ટ કરાવીને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાનો સંદેશ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કોરોના ટેસ્ટ કેમ્પ ખાતે કોરોના ટેસ્ટ કરાવીને સાવચેતી માટેનું મહત્વનું પગલું ભર્યું હતું.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભગીરથ બામણીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા સેવા સદન ખાતે કોરોના સામે સાવચેતીના પગલાંના ભાગરૂપે ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર વિજય ખરાડી તથા નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સહિતનાં ઉચ્ચ અધિકારીઓ તથા કર્મયોગીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બપોરનાં સવા ત્રણ વાગ્યા સુધીમાં 107 જેટલાં કર્મયોગીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.

કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સામે બચાવ માટે મુખ્યમંત્રીનું ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નું પગલું ખરેખર અનુકરણીય છે. નાગરિકોએ કોરોના સામે બચાવ માટે સામે ચાલીને ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી એ જ કોરોના સામે અમોઘ શસ્ત્ર છે. અત્યારે ચાકલીયા રોડ પરના અર્બન હેલ્થ સેન્ટર-૧ તથા ઝાયડસ સીવીલ હોસ્પીટલ ઉપરાંત તાલુકા મથકોએ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના ટેસ્ટ કરાવી શકાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો