તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:પૂર્વ ધારાસભ્ય, બાર એસોસીયેસનના પૂર્વ પ્રમુખ સહિત 105 પોઝિટિવ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં દિવાળી બાદ કોરોનાના કેસો વધી રહ્યા છે પણ સૌથી વધારે અસર શહેરોમાં થઇ છે. 10 દિવસ અગાઉ 90 જેટલા કેસો નોંધાતા હતા, જે રવિવારે 105 નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન ગોરવાના યુવક અને મકરપુરાના વૃદ્ધ સહિત 7નાં મોત નિપજ્યાં હતાં. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 44 વર્ષિય સ્ટાફ બ્રધરે પણ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ પૂર્વ એમ.એલ.એદલસુખ પ્રજાપતિ અને વડોદરા બાર એસોસીયેસનના પ્રમુખ નલીન પટેલ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત સમાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ અેક કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલમાં 1,184 દર્દીઅો હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી અોક્સિજન પર 165 અને 66ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ગોત્રી હોસ્પિટલમાં જ વેન્ટિલેટર પરના દર્દીઅો વધીને 34 જેટલા થઇ ગયા છે. સારવાર દરમિયાન 58ને ડિસ્ચાર્જ અપાયો હતો. કોરોનામુક્ત લોકોની સંખ્યા વધીને 15,744 થઇ ગઇ છે. કોરોનામાં શહેરનાં 2 સહિત 7નાં મોત નિપજ્યાં હતાં. જ્યારે સત્તાવાર 1 મોત જાહેર થતાં કુલ મોતનો આંક 218 પર પહોંચી ગયો છે. 1514 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે.

મોટાભાગના કેસ શહેરમાં જ વધ્યાં: દિવાળીબાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. પણ બીજી તરફ જે કેસો વધે છે તેમાં ગામડામાં તો માંડ 3થી 4 કેસો જ વધ્યા છે જ્યારે તેના કરતા બેથી ત્રણ ગણા કેસો શહેરમાં વધી રહ્યાં છે. અેટલે કે સંક્રમણ શહેરોમાં વધારે નોંધાઇ રહ્યું છે. શહેરોમાં જ દિવાળી અગાઉ બજારોમાં મોટા પ્રમાણમાં લોકો ભીડરૂપે અેકઠા થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો