સેટ થઈ ટ્યૂનિંગ બની ગયું સિનેમેન

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમારી પહેલી મુલાકાત અમદાવાદ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ હતી. મારે જરૂર હતી એવા મિત્રોની જે ફિલ્મને નહીં સિનેમાને પસંદ કરતા હોય, જેમનામાં ફિલ્મ મેકિંગ માટેની ટેલેન્ટ હોય. આ બંને સાથેની વાતચીત પરથી અમને લાગ્યું કે અમારી કેમેસ્ટ્રી મળશે અને બસ પછી જન્મ ‘સિનેમેન’ પ્રોડ્કશનનો થયો. આ વાકયો છે ફિલ્મ મેકર અભિષેક જૈનના. અભિષેક એક ફિલ્મ મેકર તરીકેની ઓળખ ધરાવે છે તેમની હાલ રહેમાન ફિલ્મ ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ માટે પણ પસંદગી પામી છે. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી સતત તેમને કંઈ કરવાની ઇચ્છા હતી, પણ શોધ હતી એવા મિત્રોની જેમને સાથે રાખીને તે કામ કરી શકે, તેમની પાસેથી તે શીખી શકે અને તેમણે કંઈ શીખવાડી શકે. ફેસ્ટિવલ દરમિયાન વાતચીતમાંથી તેમની દોસ્તી મિખીલ મુસાલ અને અનિષ શાહ સાથે થઈ. બસ પછી તો એક જ રસ્તાના ત્રણ મિત્રો ભેગા થયા. દરેકને ફિલ્મ મેકિંગની સૂઝ અને રસ... ‘સિનેમેન’ પ્રોડક શનની શરૂઆત થઈ પણ તેમાં દરેક કામ ત્રણેય મિત્રો મળીને કરતા. માત્ર એક મહિનામાં તો તેમને યુવા સંસ્થા અને સંવેદના સંસ્થા માટે ચાર એડ ફિલ્મ બનાવી. તેમનું માનવું છે કે, આ ફિલ્મમાંથી મળેલી રકમ રૂપિયા કરતા અમારા માટે ગૂડવિલ છે. આ કામમાંથી ઊભી થતી રકમમાંથી તે બીજા ખર્ચા કર્યા વગર તે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કરી તેમાં પોતાની ફિલ્મ તૈયાર કરવા માંગે છે. સિનેમેન બનાવાનો ઉદ્દેશ એ પણ છે કે, અહીં ઘણા ફિલ્મ મેકિંગની સ્કિલ ધરાવતા યુવાનો છે, જે આ ગ્રૂપ સાથે જોડાઈ નવું શીખી શકે અને નવા ફિલ્ડ સાથે જોડાવાનો અનુભવ પણ લઈ શકે.