સમઢિયાળા ગામ : કમિટી જ કાયદો અને કમિટી જ કોર્ટ

story on raj samadhiya village
Pratipalsinh Gohil

Pratipalsinh Gohil

Jan 26, 2010, 04:02 AM IST

rajsamadhiya_01આ એક એવું ગામ છે જયાં, પ્લાસ્ટિકનો કચરો ફેંકનારને દંડ થાય છે અને ઝઘડો કરનારને ગામમાંથી તગેડી મૂકવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષમાં પોલીસની જીપ કયારેય ગામમાં આવી નથી કે, ગ્રામજન દ્વારા કોર્ટના પગથિયા કયારેય ચડવા પડ્યા નથી.ચોરી કરવાવાળાઓને કમિટી જ પકડીને સજા કરે છે. જેના ઘરમાં ચોરી થઇ હોય તેને કમિટીના સભ્યો જ પૂરેપૂરી રકમ ચૂકવી આપે છે. આટલું વાંચ્યા પછી એવું લાગે છે કે, ફરી રામરાજની શરૂ આત થઇ છે કે શું ?પરંતુ, આ હકીકત છે. રાજકોટથી ૨૨ કિલોમીટર દૂર આવેલા અને બે હજારની વસતી ધરાવતા રાજ સમઢિયાળા ગામમાં કમિટી જ કાયદો છે અને કમિટી જ કોર્ટ છે. અહિંયા દલીલને કોઇ અવકાશ નથી. હુકમનું પાલન ધર્મની જેમ કરવામાં આવે છે.ગામનો વિકાસ થાય અને દેશ-દુનિયામાં તેની નોંધ લેવાય તે માટે ૧૯૭૮માં ૧૧ સભ્યોની કમિટી બનાવવામાં આવી અને કેટલાક નીતિ-નિયમો ઘડી કાઢવામાં આવ્યા. સૌ પ્રથમ અભિયાન વ્યસન મુક્તિનું ચલાવવામાં આવ્યું.કોઇ વ્યકિત ગુટખાનું સેવન કરે તો તેને ૫૧ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી. ગુટખા વેચનારને પણ ૫૧નો ચાંદલો કરવો પડતો.આ ઉપરાંત જાહેરમાં કચરો ફેંકે તેને ૫૧ રૂ., પ્લાસ્ટિક ફેંકે તેને ૧૦૦૦ રૂ., વૃક્ષ કાપનારને ૫૦૦રૂ., મતદાન ન કરે તેને ૫૦ રૂ., ગાળ બોલે તેને ૫૧ રૂ. અને દારૂ પીએ તેને ૨૫૧ રૂ.નો દંડ કરવાની જોગવાઇ રાખવામાં આવી.શરૂઆતમાં થોડી ઘણી મુશ્કેલીઓ પડી. પરંતુ, લોકોએ સ્વયંભૂ રીતે કમિટીના નિર્ણયને વધાવી લીધો. પ્રથમ વર્ષે અલગ અલગ કિસ્સામાં ૩૦ હજારનો દંડ કમિટીમાં જમા થયો.ત્યારબાદ, ગામના લોકોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું અને કમિટીએ બનાવેલા નિર્ણયોનું ચુસ્તપણે પાલન કરવાનું શીખી લીધું. આજે એ પરિસ્થિતિ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વ્યકિતને દંડ કરવો પડે તેવી નોબત જ નથી આવી.અહિંયા લગ્નમાં ફટાકડાં ફોડવાની પણ મનાઇ છે. પણ, જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો દંડ ફટકારવામાં આવે છે. ગામમાં લગ્નપ્રસંગો તો ઘણા થયા, પરંતુ, ૨૨ વર્ષથી ગામમાં ફટાકડાં ફૂટ્યા નથી.રાજ સમઢિયાળા ગામમાં ૩૦૦ પરિવાર રહે છે. અહીંયા વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતું એક પણ કુટુંબ નથી. કોઇની પાસે કામ ન હોય તો, કમિટી કામ આપીને વળતર પણ પૂરું પાડે છે.લગ્નપ્રસંગમાં કોઇને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો, ફટાક દઇને રૂપિયા ગણી દેવામાં આવે છે. કમિટીના ચેરમેન હરદેવસિંહ જાડેજા કહે છે કે, અમારા ગામમાં કોઇ મજૂર જ નથી. મજૂરીકામ માટે બહારગામથી માણસોને બોલાવવા પડે છે.ગામમાં આવેલો દલિત વિસ્તાર રાજયનો શ્રેષ્ઠ દલિત વિસ્તાર તરીકે ઊભરીને બહાર આવ્યો છે. રાજય સરકારે આ ગામમાં નીતિ-નિયમો અને થઇ રહેલું પાલન જોઇને ‘‘મેકિંગ ઓફ રાજ સમઢિયાળા’’ નામની બુક બહાર પાડી છે.હૈદરાબાદમાં આવેલી એનઆઇઆરડી સંસ્થા દ્વારા પણ ‘‘કેસ સ્ટડિઝ ઓફ રાજ સમઢિયાળા’’ નામનું પુસ્તક પ્રકાશિત કરાયું હતું.કોઇ ગ્રામજનને અચાનક જ ૧૦ લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો, માત્ર એક જ કલાકમાં આવડી મોટી રકમ એકઠી થઇ જાય છે.એટલા માટે જ કમિટીના ચેરમેન હરદેવસિંહ કહે છે કે, આ અમારો નાનકડો દેશ છે. રાજ સમઢિયાળામાં જ્ઞાતિજનો નહીં એક આખો પરિવાર વસે છે. ગામના સરપંચ કોને બનાવવા તે પણ કમિટી નક્કી કરે છે અને કમિટી કહે તેટલા જ વિકાસના કામો સરપંચે કરવાના રહે છે.સાસુ-વહુના ઝઘડાનું સમાધાન પણ કમિટી જ કરે છે અને તે માન્ય રાખવું તેને સૌ ગૌરવ માને છે અને કમિટીનું માન પણ જાળવે છે.મહેમાનો માટે છૂટછાટ અપાઇકોઇની ઘરે મહેમાન આવે અને તેઓને ગુટખાનું સેવન કરવાની આદત હોય તો, તેઓને છૂટછાટ અપાઈ છે. ફાકી ખાયને પ્લાસ્ટિક રસ્તા પર ફેંકવામાં આવે તો, ગ્રામજનો હસતા મુખે પ્લાસ્ટિક ઉપાડી લે છે.૨૦ વર્ષ પહેલાં ચોરી થઇ’તીગામમાં ૨૦ વર્ષ પહેલાં એક મકાનમાં ૬૧ હજારની ચોરી થઇ હતી. જોકે, કમિટીએ જે ઘરમાં ચોરી થઇ હતી, તે પરિવારને રૂપિયા ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ, દેવીપૂજક શખ્સોને ચોરી કરવાના ગુનામાં પકડીને કમિટીએ પોતાની રીતે સજા આપી હતી.દારૂની મહેફિલ કરનારને ૧૦ હજારનો દંડ કરાયોદારૂની બાબતમાં સહેજેપણે બાંધછોડ કરવામાં આવતી નથી. એકવાર પટેલ પરિવારમાં લગ્નપ્રસંગ વેળાએ વાડીએ દારૂની મહેફિલ રાખવામાં આવી હતી. આથી, આ પરિવારને રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યાર પછી કયારેય દારૂની મહેફિલ ગામમાં કે વાડીમાં થઇ નથી.કમિટીના મેમ્બરહરદેવસિંહ જાડેજા, અશોકભાઇ વધેરા, ડાયાભાઇ સખિયા, લવાભાઇ શિંગાળા, મોહનભાઇ ડાભી, નાથાભાઇ સખિયા, ચનાભાઇ લાઠિયા, ધીરુભાઇ પાદરાX
story on raj samadhiya village

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી