તલાટીની ૨૧૨૬ જગ્યા સામે સોરઠમાંથી જ ૨૨ હજાર અરજી

સેંકડો સ્નાતક, અનુ-સ્નાતક, એમ.ફિલ થયેલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jan 23, 2010, 12:35 AM
22k application for 2126 posts of talati
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી રેવન્યુ તલાટી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ૨૧૨૬ તલાટી મંત્રીની ભરતી કરવાની છે. જેની સામે માત્ર જૂનાગઢ જિલ્લામાંથી જ તેની દસ ગણી એટલે ૨૨ હજાર અરજી થઈ છે. તલાટીમંત્રી બનવા માટે સેંકડો સ્નાતક, અનુસ્નાતક અને એમફીલ થયેલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યભરમાં ખાલી પડેલી રેવન્યુ તલાટીમંત્રીઓની ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટેનાં ફોર્મનું જિલ્લા કલેકટર કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ૨૧૨૬ તલાટીમંત્રીની ભરતી કરવાની છે. જેની સામે રાજ્યભરમાંથી લાખો અરજીઓ આવી છે. જૂનાગઢ જિલ્લામાંથી જ ભરતી કરવાની થતી સંખ્યાની દસ ગણી અરજી થઈ છે. માત્ર સોરઠમાંથી જ ૨૨ હજાર જેટલી અરજી થઈ છે. જેમાં સેંકડો સ્નાતક, અનુસ્નાતક અને એમફીલ થયેલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આગામી તા.૧૪-૨-૨૦૧૦નાં આ અંગેની સ્પર્ધાત્મક લેખિત પરિક્ષા યોજાશે. જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જુદી જુદી કુલ ૫૭ શાળા કોલેજોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા નિર્ભયતાથી અને શાંત વાતાવરણમાં આપી શકે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોઈપણ ભરતીની જાહેરાત આવે છે ત્યારે રાજ્યભરમાંથી ભરતીની સંખ્યા કરતા અનેક ગણી અરજીઓ આવી પડે છે. ઉમેદવારો લેભાગુ તત્ત્વોથી સાવધાન રહે આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થવા અંગે જુદા જુદા લેભાગું તત્વો તરફથી ઉમેદવારોને લોભામણી જાહેરાતો તથા પ્રલોભનો આપવામાં આવે છે. પરંતુ ઉમેદવારોને આવા લેભાગું તત્વો સામે જાગૃત રહેવા જિલ્લા કલેક્ટર એમ.બી.પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

X
22k application for 2126 posts of talati
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App