સુવિધા / ગુજરાતમાં 2020 સુધીમાં 1000 CNG ફિલિંગ સ્ટેશન શરૂ થશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 214 નવા સીએનજી સ્ટેશન્સ કાર્યરત કરવાના ફાળવણી પત્રો અર્પણ કરાયા
  • દેશના કુલ 1815 CNG સ્ટેશનમાંથી સામે 31 ટકા ગુજરાતમા 558 સ્ટેશન

Divyabhaskar.com

Oct 11, 2019, 02:42 PM IST

અમદાવાદ: ગુજરાતને પર્યાવરણિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા તેમજ CNGનો વ્યાપક ઉપયોગ કરવા 214 નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવાના ફાળવણી પત્રો અર્પણ કરવામાં આવ્યા છે. CNGના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધુમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલિંગ પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. ગુજરાતે CNGના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં 1815 CNG સ્ટેશનમાંથી 31 ટકા એકલા ગુજરાતમાં 558 CNG સ્ટેશન છે. વર્ષ 2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં 1000 જેટલા CNG ફિલીંગ સ્ટેશન પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંક છે.

15 હજાર લોકોને રોજગારી મળશે
નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઉપભોક્તા, CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમિટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ થશે. આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે 15 હજાર લોકોને રોજગારી પણ મળતી થશે. માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે 214 સ્ટેશન શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી