તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 100 Years And More Old School Number 14 In Ahmedabad Education Started In Ahmedabad City In 1827

શહેરની 100 વર્ષથી વધુ જૂની સ્કૂલોની સંખ્યા 14, 1827થી શિક્ષણ આપવાનું શરૂ થયું હતું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલની ફાઈલ તસવીરો
  • નરોડા શાળા નં.4, અસારવા શાળા નં. 4 અને સરસપુર શાળા નં.1 એ 150 વર્ષથી વધુ જૂની સ્કૂલો
  • 1908 સુધી શરૂ થયેલી શાળાઓની યાદી સ્કૂલ બોર્ડની વેબસાઇટ પર છે

અમદાવાદ: નિકોલની પ્રાઈવેટ સ્કૂલ આગળ એડમિશન માટે લોકોએ બે દિવસથી લાઈન લગાવી હતી અને રાતભર ઉજાગરા કર્યા હતા. ત્યારે શહેરમાં શિક્ષણ આપતી સ્કૂલોની શરૂઆત 1827માં 8 જાન્યુઆરીએ થઈ હતી. ત્યારબાદ નગરપ્રાથમિક શિક્ષણની સ્થાપના કરાઈ હતી. શહેરમાં આવી સ્કૂલોની સંખ્યા 14 છે. તાજેતરમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2010-2021માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષ ઉજવાયું હતું. જેમાં આ સ્કૂલોમાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ સ્કૂલો હેરિટેજ શિક્ષણનું અત્યારે પણ સરનામું છે.
1909થી 1917માં શરૂ થયેલી સ્કૂલની માહિતી વેબસાઈટ પર નહી
અમદાવાદ નરોડા શાળા નં.4, અસારવા શાળા નં. 4 અને સરસપુર શાળા નં.1 એ 150 વર્ષથી પણ જૂની શાળાઓ છે. 1908 સુધી શરૂ થયેલી શાળાઓની યાદી સ્કૂલ બોર્ડની વેબસાઇટ પર છે પણ 1909થી 1917 દરમિયાન શરૂ થયેલી શાળાની વિગતો નથી.
 100 વર્ષ પહેલા સ્થાપના વર્ષ અગાઉ શરૂ થયેલી સ્કૂલો

સ્કૂલનું નામ સ્કૂલનું સરનામું સ્‍થાપનાનું વર્ષ
નરોડા શાળા નં. 4 ભરવાડ વાસની સામે, નરોડા 1856
સરસપુર શાળા નં. 1 તળિયાની પોળ, સરસપુર 1862
અસારવા શાળા નં. 4 આચાર્યની બેઠક, અસારવા 1866
રાણીપુર શાળા નં. 2 રાણીપુર ગામમાં 1876
રાયખડ ઉર્દૂ શાળા નં. 4 હંસરાજ પ્રાગજી હોલ, પાનકોરનાકા 1880
નરોડા શાળા નં. 2 નરોડા ગામ, ઝોનલ ઓફિસ સામે 1884
ખાડિયા શાળા નં. 14 બઉવાની પોળ, ખાડિયા 1889
સૈજપુર શાળા નં. 1 આર્યસમાજ મંદિર સામે, સૈજપુર 1892
કાલુપુર શાળા નં. 8 જાગૃત પોળ, કાલપુર 1899
અસારવા ઉર્દૂ શાળા નં. 2 ઇદગાહ પુલ નીચે, અસારવા 1900
જમાલપુર શાળા નં. 26 પગથિયા પાસે, જમાલપુર 1904
અસારવા શાળા નં. 3 આચાર્યની બેઠક, અસારવા 1904
શાહપુર ઉર્દૂ શાળા નં. 1 રંગીલા ચોકી પાસે, લાલશાળા, શાહપુર 1905
કાલુપુર શાળા નં. 19 ભંડેરીની પોળ, કાલુપુર 1908

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો