તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શૈક્ષણિક સહાય:100 બહેનોએ ઝૂંપડપટ્ટી દત્તક લીધી, મેડિકલ, શૈક્ષણિક સહાય અપાય છે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં બહેનોએ રૂ. 50 હજારની બચત કરીને ફંડ ઊભું કર્યું, 250 વ્યક્તિને જમવાનું પૂરું પાડ્યું

લોકડાઉનમાં જ્યારે બધાના કામધંધા વ્યવસાય બંધ થઇ ગયા હતા અને તેઓ પાસે આવકનું કોઈ સાધન નહોતું ત્યારે રાજકોટની નારી વિકાસ સમિતિ કેન્દ્રની 100 બહેનોએ બચત કરીને રૂ. 50 હજારનું ફંડ ભેગું કર્યું અને તેમાંથી આલાભાઇ ભઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીના 250 લોકોને જમવાનું પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બહેનો ગરીબોને મેડિકલ,શૈક્ષણિક સહાય પૂરી પાડી રહ્યા છે.નારી વિકાસ સમિતિ કેન્દ્રના પ્રમુખ ડો.ઉન્નતીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો જે મજૂરીકામે જતા હતા તે બંધ થઈ ગયું હતું. જેને કારણે તેઓને ભોજનની મુશ્કેલી ઊભી થઇ.

આ વાત અમારા સુધી પહોંચી ત્યારે અમારા કેન્દ્રની બહેનોએ આ લોકોની સહાય કરવાનું નક્કી કર્યું અને જે કોઇ પાસે બચત ભેગી કરી હતી અને તેઓને સૌથી પહેલા સવાર સાંજ જમવાનું પૂરું પાડ્યું હતું. જેમાં રાહુલભાઇ દવેનો સાથ સહકાર મળ્યો. ત્યારબાદ તેઓને મેડિકલ સહાયની જરૂરિયાત હતી તે પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત આ વિસ્તારમાં જે બાળકો ભણવા માગવા જતા હતા તેની જવાબદારી પણ બહેનોએ લીધી છે તેઓને ભવિષ્યમાં શૈક્ષણિક કિટ આપવામાં આવશે.આ વિસ્તારના બાળકો શિક્ષિત બને તે માટે તેમના માતાપિતાને સમજાવવા માટેની કામગીરી કરી રહ્યા છે.જેનો ફાયદો એ થયો છે કે, અનેક માતાપિતાએ પોતાના બાળકોને લોકડાઉન પછી જ્યારે શાળા ખૂલે ત્યારે તેને શાળા મોકલવા માટે તૈયાર થઈ ગયા છે.તેમજ જે બહેનો માસિક ધર્મ દરમિયાન કાગળ-કાપડનો ઉપયોગ કરે છે તેમને સેનેટરી પેડ પૂરા પાડવાની જવાબદારી પણ નારી વિકાસ સમિતિની બહેનોએ લીધી છે.નારી વિકાસ સમિતિ કેન્દ્રના આ સેવાકિય પગલાંથી જે નિરાધાર કે ગરીબ પરિવારની બહેનો છે તેની મદદ મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો