અમદાવાદ / સાઉથ બોપલ, આંબલીમાં 100 કરોડના સૌથી વધુ પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ લોન્ચ

100 million premium residential residential projects launches in Ambli and South Bhopal

  • રાજ્યમાં 2018-19માં સૌથી વધુ અમદાવાદમાં1800 પ્રોજેક્ટમાં 24 હજાર કરોડનું રોકાણ નોંધાયું 
  • રૂ.50 કરોડથી વધુ રોકાણ ધરાવતાં પ્રોજેક્ટમાં પાલડી-ઉસ્માનપુરા મોખરે
  • નારણપુરા, નવા નરોડા, વસ્ત્રાલમાં સૌથી વધુ ઈકોનોમિકલ પ્રોજેક્ટ
  • કોમર્શિયલ પ્રોજેક્ટ માટે પશ્ચિમ-મધ્ય  અમદાવાદ બિલ્ડરોની પહેલી પસંદ

Divyabhaskar.com

Feb 15, 2020, 10:50 AM IST
અમદાવાદઃ રેરાના 2018-19ના વાર્ષિક અહેવાલ મુજબ, અમદાવાદમાં 100 કરોડના રોકાણવાળા સૌથી વધુ પ્રીમિયમ રહેણાંક પ્રોજેકટ આંબલી, બોપલ, શેલા અને સાઉથ બોપલમાં લોન્ચ થયા છે. જ્યારે 50થી 100 કરોડની કિંમતના પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ પાલડી અને ઉસ્માનપુરામાં લોન્ચ થયા છે. કોમર્શિયલ પ્રોજેકટની વાત કરીએ તો સૌથી વધુ પશ્ચિમ અને શહેરના મધ્ય વિસ્તારોમાં લોન્ચ થયા છે જ્યારે રહેણાંક-કોમર્શિયલ પ્રોજેકટ માટે પૂર્વ અમદાવાદ ડેવલપર્સ માટે પસંદગીના વિસ્તારો રહ્યા છે. જો કે, 50 કરોડની કિંમતના ઈકોનોમિકલ પ્રોજેક્ટ માટેના વિસ્તારોમાં પશ્ચિમનું નારણપુરા જ્યારે પૂર્વના નવા નરોડા, હંસપુરા, વસ્ત્રાલ અને ઓઢવ પસંદગીના વિસ્તારો બની રહ્યા છે. જો કે, રેરાએ મંજૂર કરેલા પ્રોજેક્ટની વર્ષ 2017-18ની તુલનામાં વર્ષ 2018-19માં અમદાવાદમાં પ્રોજેક્ટની સંખ્યા 1383 જેટલી વધી છે. પણ કુલ રોકાણમાં 1925 કરોડનો ઘટાડો થયો છે. 2018-19 અમદાવાદમાં 1800 પ્રોજેકટ લોન્ચ થયા હતા જેમાં 24 હજાર કરોડનું રોકાણ આવ્યુ હતુ. સુરતમાં 833 પ્રોજેકટમાં 17300 કરોડનું રોકાણ આવ્યું હતું. જયારે વડોદરામાં 1211 પ્રોજેકટમાં 17500 કરોડનું રાજકોટમાં 592 પ્રોજેકટમાં 14800 કરોડનું રોકાણ આવ્યું હતું.
શહેરમાં 2019માં 90 ટકા મકાનો 50 લાખથી નીચેના નોંધાયા, 10 માસમાં 15 હજાર કરોડનું રોકાણ
ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે તાજેતરમાં જ આપેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, અમદાવાદના રહેણાંક પ્રોજેકટમાં તીવ્ર વધારો થયો છે. 2018માં લોન્ચિંગની સંખ્યા 4167 યુનિટ હતા. તેની તુલનામાં વર્ષ 2019માં શરૂ થયેલા નવા મકાનોની સંખ્યા લગભગ 11487 યુનિટ છે. લગભગ મોટા ભાગના યુનિટ 50 લાખ સુધીના છે. 2019મા શરૂ કરવામાં આવેલા 62 ટકા નવા મકાનોની કિંમત રૂા.25 લાખ થી 50 લાખ વચ્ચેની હતી જયારે 29 ટકા મકાનોની કિંમત રૂા.25 લાખથી નીચેની હતી. 50 લાખથી નીચેની કિંમતના 90 ટકા મકાનો બન્યા છે. 2018ની તુલનામાં નવા લોન્ચિંગમાં 1 કરોડથી બે કરોડની કિંમતના પાંચ ટકા મકાનો લોન્ચ થયા હતા જયારે છ ટકા મકાનોની કિંમત રૂા.2 કરોડથી વધુ હતી. જો કે, અર્ફોડેબલ હાઉસિંગ લોન્ચિંગમાં અમદાવાદ નંબર વન પર હોવાનું રિપોર્ટમાં કહેવાયુ છે.
15,378 કરોડના 435 પ્રોજેકટ રેરા હેઠળ રજિસ્ટર્ડ થયા
બીજી તરફ, એપ્રિલ 2019 થી જાન્યુઆરી મહિના સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 15,378 કરોડના 435 પ્રોજેકટ રેરા હેઠળ રજિસ્ટર્ડ થયા છે. જેમાં રહેણાંક 154 અને કોર્મશિયલના 98 સહિત મિક્સ અને પ્લોટીંગ સ્કીમનો સમાવેશ થાય છે. રહેણાંકના પ્રોજેકટમાં કુલ રોકાણ 3540 કરોડનું નોંધાયુ છે. જયારે કોર્મશિયલમાં 4603 કરોડનું રોકાણ ડેવલપર દ્વારા રેરામાં બતાવવામાં આવ્યું છે. જો કે, રાજકોટમાં કુલ 170 રહેણાંક પ્રોજેકટ નોંધાયા છે જે અમદાવાદ કરતા 16 પ્રોજેકટ વધુ છે.
X
100 million premium residential residential projects launches in Ambli and South Bhopal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી