તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 100 bed Isolation Center Started At Leuva Patel Sanskritik Bhavan, Dhoraji

સુવિધા:ધોરાજીમાં પોઝિટિવ આંક 800ને પાર, લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં 100 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

રાજકોટએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોડલધામ સમિતિ દ્વારા દર્દીની તમામ સંભાળ લેવામાં આવશે

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ખુબ જ વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 800ને પાર પહોંચી ગયો છે. જેથી ખોડલધામ સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં લોકો માટે 100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાઇ રહ્યાં છે. જેના કારણે સંકમણ વધી રહ્યું છે. જેથી તેને અટકાવવા માટે ખોડલધામ સમિતિ દ્વારા 100 બેડનું કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ
હાલની પરિસ્થિતિમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી અને જગ્યાનાં અભાવે તમામ દર્દીઓને દાખલ કરવાનું શક્ય ન હોય, જેથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણને રોકી શકાય. પરંતુ પરિવારના સભ્યોને જોખમ ઉભું થતાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ મુલાકાત કરશે
દાખલ થનાર તમામ દર્દીને સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું, તેમજ બે ટાઈમ ચા, પાણી, હળદરવાળું દૂધ, પીવા માટેનું ગરમ પાણી, ગરમ ઉકાળો અને નાસ લેવા માટે ઇલેકટ્રીક મશીન ખોડલધામ સમિતિ દ્વારા તમામ વિનામૂલ્યે આપવામાં આવશે. હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ મુલાકાત કરશે. આ સાથે જ જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

ધોરાજી સિવિલમાં પણ કોવિડ સેન્ટર શરૂ થશે
ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસોનું સંકમણ વધતાં વેપાર ઉદ્યોગ મંડળ સહિતનાં અગ્રણીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા રજૂઆત કરાઇ હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિડ સેન્ટરને મંજૂર અપાઇ છે. ડો જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં જ દર્દીઓને સારવાર આપવામાં આવશે. સાથે જ ઓક્સિજન સુવિધા, ભોજન, દવા અને ઉકાળો સહિતની સુવિધાઓ વિનામૂલ્યે આપવાંમાં આવશે. હાલ હોસ્પિટલમાં જરૂરી ઓક્સિજન પાઇપ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ કામગીરીનું ધોરાજી નાયબ કલેક્ટર મિયાણી, મામલતદાર જોલાપરા અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયએ નિરીક્ષણ કર્યું હતું.

(ભરત બગડા-ધોરાજી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો