તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:ધોરાજી ખોડલધામ સમિતિ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં 100 બેડનું કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે

ધોરાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેઉવા પટેલ સમાજના લોકો માટે સુવિધા ઊભી કરવા નિર્ણય, સવારે નાસ્તો, બે ટાઇમ જમવાનું અને ગરમ પાણી વિનામૂલ્યે અપાશે

ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લેઉવા પટેલ સમાજના લોકો માટે 100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર ગુરૂવારથી શરૂ કરવામા આવશે. ધોરાજીમાં કોરોનાએ વિસ્ફોટ સર્જર્યો છે ત્યારે ધોરાજીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરાઇ રહ્યા છે. સંકમણ વધી રહ્યુ છે તેને અટકાવવા માટે ખોડલધામ સમિતિ દ્વારા લેઉવા પટેલ સમાજના લોકો માટે 100 બેડનું કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર ગૂરૂવાર તા.17થી શરૂ કરવામા આવશે. આ પ્રવૃતીઓને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિના વિમલભાઈ કલ્યાણી, ભુપતભાઈ કોયાણી, નટુભાઈ વૈષ્ણવ સંજયભાઈ રૂપારેલીયા, હેમતભાઈ પાનસુરીયા અને ભરતભાઈ હિરપરા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ વિઝિટ કરશે
હાલની પરિસ્થિતિમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી અને જગ્યાના અભાવે તમામ દર્દીઓને દાખલ કરવાનું શક્ય ન હોય જેથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણને રોકી શકાય પરંતુ પરિવારના સભ્યોને જોખમ તથા કોરોના સંક્રમિત સભ્યોનો અલગ વ્યવસ્થા કરવામાં તમામને શક્ય ન હોય જેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોરાજી ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ધોરાજીમાં પુરુષો તથા મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થાવાળું સેલ્ફ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવશે. જેમાં દાખલ થનાર તમામ દર્દીને સવારે નાસ્તો બપોરે સાંજે જમવાનું તેમજ બે ટાઈમ ચા, પાણી, હળદર વાળું દૂધ અને પીવા માટેનું ગરમ પાણી તેમજ ગરમ ઉકાળો અને નાસ લેવા માટે ઇલેક્ટ્રીક મશીન ખોડલધામ સમિતિ દ્વારા તમામ વિનામૂલ્યે આપવામાં આવશે. હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ વિઝિટ કરવા આવશે અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. - વિમલભાઈ અને ભુપતભાઈ કોયાણી, પ્રમુખ, ધોરાજી ખોડલધામ સમિતિ

ધોરાજી સિવિલમાં પણ કોવિડ સેન્ટર શરૂ થશે
ધોરાજીમાં કોરોના પોઝીટીવ કેસોનું સંકમણ વધતાં વેપાર ઉદ્યોગ મંડળ સહિતના અગ્રણીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા રજૂઆત કરાઇ હતી જેના પગલે રાજ્ય સરકાર દ્વારા કોવીડ સેન્ટર મંજૂર અપાઇ છે. ડો જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ હોસ્પીટલ શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ટૂંક સમયમા જ દર્દીઓને સારવાર આપવાંમાં આવશે. સાથે જ ઓક્સિજન સુવિધા, ભોજન, દવા અને ઉકાળા સહિતની સુવિધાઓ વિનામુલ્યે આપવાંમાં આવશે. હાલ હોસ્પિટલમાં જરૂરી ઓક્સિજન પાઇપ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ કામગીરીનું ધોરાજી નાયબ કલેક્ટર મિયાણી, મામલતદાર જોલાપરા અને સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો. જયેશ વસેટીયએ નિરીક્ષણ કર્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો