અમદાવાદ / બાવળાના કિંગ્સવિલા બંગ્લોઝમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા લક્ઝુરિયસ કાર સાથે ઝડપાયા, એક ફરાર

  • અમદાવાદી યુવક ભાવિત પારેખના બર્થ-ડે  પર રૂ. 20 હજાર ચૂકવી બંગલો ભાડે લઈ પાર્ટી યોજી
  • દારૂની પાર્ટી કરતા ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને રાજકોટના રહેવાસી
  • 6 લક્ઝુરિયસ કાર સાથે અંદાજે એક કરોડનો મુદ્દામાલ કબજે કરાયો

Divyabhaskar.com

Oct 21, 2019, 11:03 PM IST

બાવળા-અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના બાવળા આદરોડા રોડ પર આવેલા કિંગ્સવિલા બંગલોઝમાં રવિવારે રાત્રે દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ અને રાજકોટના 10 નબીરાઓને જિલ્લા એલસીબી, બાવળા પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 6 લક્ઝુરિયસ કાર, મોબાઈલ ફોન અને દારૂની બોટલો મળી કુલ રૂ.99.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂની વ્યવસ્થા કરનાર ફરાર
બાવળા તાલુકાના આદરોડા ગામ પાસે આવેલા કિંગ્સવિલા બંગલોઝના 100 નંબરના બંગલામાં રવિવારે અમદાવાદના થલતેજ કોપર સ્ટોનમાં રહેતા ભવિત ભરતભાઈ પારેખે પોતાના જન્મદિનની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી સંદર્ભે એલસીબીને બાતમી મળતા બાવળા પોલીસને સાથે રાખી પોલીસે બંગલા નંબર 100 પર મોડી રાતે રેડ પાડી હતી. જેમાં દસ જેટલા નબીરાઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તમામની ધરપકડ કરી પોલીસે તમામને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી લોહીના નમૂના લેવાની કાર્યવાહી કરી હતી. આ મામલે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દારૂની મહેફિલ માટે દારૂની વ્યવસ્થા કરનારા કાર ડ્રાઈવરને વોન્ટેડ બતાવ્યો હતો. રેડ દરમિયાન મોટાભાગના લોકો કાળા કપડામાં હતા, જેથી બ્લેક સન-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાતું હતું.

કેસ નહીં કરવા પોલીસ પર દબાણ કરાયું
બર્થ-ડે પાર્ટીમાં પોલીસ રેડ કરી તમામને પકડી બાવળા લાવી ત્યાં સુધીમાં પકડાયેલા નબીરાઓના પરિવારજનોને જાણ થઈ જતાં તેઓ બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા. આરોપીઓના સગાં સંબંધીઓએ પોલીસ સાથે પતાવટ માટે દબાણ ઊભું કર્યું હતું. જો કે પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઝડપાયેલા નબીરાઓ

ભાવિત ભરતભાઇ પારેખ રહે થલતેજ અમદાવાદ
માધવ ભરતભાઇ તેરૈયા રહે બોડકદેવ અમદાવાદ
જય રમણીકભાઇ પટેલ રહે. રિધ્ઘી સિધ્ધી બંગ્લોઝ રાજકોટ
હાર્દિક હરેશભાઇ જૈન રહે. ઓમ રામનગર રાજકોટ
સવરીન શૈલેષભાઇ પટેલ રહે. પર, અમી એપાર્ટમેન્ટ રાજકોટ
દિપ મહેશભાઇ પટેલ રહે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ રાજકોટ
કુશલ સુરેશભાઇ ઠક્કર, ગ્રીનમેકો બંગ્લોઝ અમદાવાદ
ધવલ ભરતકુમાર ગાંધી, સ્વસ્તિક સોસાયટી અમદાવાદ
માલવ ઉદયન નાણાવટી, ફ્લોરિસ (સ્કાયસિટી), સેલા, અમદાવાદ
ધવલ જયેશભાઇ ઠક્કર, સૂર્યમ બંગ્લોઝ, વસ્ત્રાપુર અમદાવાદ

ફરાર અને દારૂ લાવી આપનાર
દેવેન્દ્ર વાળંદ, ઘાટલોડિયા અમદાવાદ

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી