તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નરોડામાં પ્લાસ્ટિકના મીણિયામાં છુપાવેલો 10 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજવન પાર્ટી પ્લોટની ઓફિસની બાજુમાં જથ્થો સંતાડ્યો હતો
  • 2316 દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ, બે ફરાર

નરોડાના રાજવન પાર્ટી પ્લોટની ઓફિસની બાજુમાં પ્લાસ્ટિકના મીણિયામાં સંતાડેલો રૂ.10 લાખની કિંમતનો વિદેશી દારૂની 2316 બોટલ સાથે 1 આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે અને 2 આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

શનિવારે 11.15 કલાકે નરોડા-દહેગામ રિંગ રોડ પર પેટ્રોલિંગ કરતી ક્રાઈમ બ્રાંચની એક ટીમને બાતમી મળી હતી કે, રાજવન પાર્ટી પ્લોટની ઓફિસની બાજુમાં પ્લાસ્ટિકના મીણિયામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. ટીમે ઉપરોક્ત જગ્યાએ છાપો માર્યો હતો અને નિતેશ કોકડેને રૂ.10 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપ્યો હતો. પૂછપરછમાં કોકડે કહ્યું કે દારૂનો જથ્થો વસંત ખત્રીએ મંગાવ્યો હતો અને નડિયાદના નટરાજનને આપવાનો હતો. પોલીસે આ બંનેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નરોડા-દહેગામ રોડ પર 33 હજારનો દારૂ ઝડપાયો
રવિવારે સવારે દહેગામ તરફથી આવતી સફેદ કલરની સ્વિફ્ટ કારમાં દારૂની બોટલ હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. થોડીવારમાં આ કાર આવતા પોલીસે દૂરથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આથી કારના ચાલકે પૂરઝડપે દહેગામ તરફ ગાડી ભગાવી હતી. પોલીસે પણ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કાર ઝડપી લીધી હતી. જોકે બંને આરોપી ભાગી ગયા હતા. નરોડા પોલીસે આ કારમાંથી 33 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો