તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વાપીના ચણોદ ગામમાં ફ્લેટમાં જુગાર રમતા 5 ભાનુશાલી સહિત 10 ઝડપાયા

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડા, વાહન અને મોબાઇલ મળી રૂ.5.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

એલસીબીની ટીમ શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હે.કો.અજયભાઇ અમલાભાઇને મળેલી બાતમીના આધારે વાપીના ચણોદ ગામે ક્રિષ્ના પાર્ક બિલ્ડીંગના ડી-વીંગ ફ્લેટ નંબર-209ના બેડરૂમમાં રેઇડ કરતા અંદર 5 ભાનુશાલી સહિત 10 લોકો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી દાવ અને અંગઝડતીમાંથી રોકડા રૂ.57,800 તથા મોબાઇલ નંગ-5 કિં.રૂ.25000 તેમજ બે બાઇક અને એક વેગન આર કાર કિં.રૂ.4.60 લાખ મળી કુલ રૂ.5,42,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બેડરૂમમાં જુગાર રમતા આ ઝડપાયા
પંકજ હરીશ ભાનુશાલી, હિંમત હરીશ ભાનુશાલી બંને રહે.ચણોદ ગામ ક્રિષ્નાપાર્ક 209 મુળ ક્ચ્છ ભુજ, કિશોર હરજી ભાનુશાલી રહે.રામેશ્વર પાર્ક રૂમ નં.106 વાપી ટાઉન નાના ગરનાળા પાસે મુળ ભુજ, હરીશ ચત્રભુજ ભાનુશાલી રહે.ચણોદ ક્રિષ્ના પાર્ક મુળ ભુજ, દિપક રમેશ ભાનુશાલી રહે.બલીઠા આઝાદકાંટા પાસે હિરલ બિલ્ડીંગ મુળ ભુજ, શંકર ભગુ પટેલ રહે.ચણોદ સાગફળિયા, બાબુલાલ શંકરલાલ શૈન રહે.છીરી રામનગર સાંઇ કૃપા સોસાયટી મુળ રાજસ્થાન, રમજાન મનજી હિરાણી રહે.વાપી કબ્રસ્તાન રોડ ખોજા સોસાયટી, જયેશ અરવીંદ વડેરા રહે.ચણોદ કોલોની નીરાંત કો.ઓ.હા.સોસાયટી, દત્તા મહાદુર પાટીલ રહે.ડુંગરા હરિયાપાર્ક શાંતિ એન્ક્લેવ મુળ મહારાષ્ટ્ર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો