તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ખેડોઈ નજીક ટ્રેલઇર છોટાહાથી સાથે ભટકાતા 1 કિશોરનું મૃત્યુ, 3 ઘાયલ

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીએ મજૂરીકામ માટે જતી વેળાએ બન્યો બનાવ, ઘાયલોને ભુજ ખસેડાયા

અંજાર તાલુકાના ખેડોઈ ગામ નજીક મજૂરો વાડીએ મજૂરીકામ માટે જઇ રહ્યા હતા ત્યારે સાઈડમાં ઉભેલા છોટાહાથીને ટ્રેઇલરે હડફેટે લેતા એક 16 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતા તેમને ભુજ `ખસેડવામાં આવ્યા હતા.આ અંગે અંજાર પોલીસ મથકેથી ખેડોઈ ગામે રહેતા 30 વર્ષીય રમતુનાથ રૂખડનાથ વાદી ની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ આજે સવારે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીનો 16 વર્ષીય ભત્રીજો રામનાથ ઠાકોરનાથ તથા અન્ય લોકો છોટાહાથી મારફતે વાડીએ મજૂરીકામે જઇ રહ્યા હતા ત્યારે ખેડોઈ ગામના ખડીયા વિસ્તારમાં છોટાહાથી ઉભો રાખ્યો હતો ત્યારે મુન્દ્રા તરફથી આવતો ટ્રેઇલર નં. જીજે 12 એયુ 5636 ના ચાલકે છોટાહાથીની ડાબી સાઈડ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદીનો 16 વર્ષીય ભત્રીજો ટ્રેઇલરના ટાયરમાં આવી જતા ઘટના સ્થળેજ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે આ છોટાહાથીમાં બેઠેલા સુમારનાથ, પૂજાબેન અને કંકુબેન પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને તાત્કાલિક પ્રથમ અંજાર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો