તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લ્યો બોલો!:બેંકના ભરણામાં 1 લાખની બોગસ ચલણી નોટ આવી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરની બજારમાં બોગસ ચલણી નોટ ફરતી કરનાર શખ્સો બેરોકટોક તેમનું મિશન પાર પાડી રહ્યાં છે. જેને કારણે બોગસ ચલણી નોટો શહેરની વિવિધ બેંકોના ભરણામાં અસલી નોટ તરીકે ધાબડી દેવામાં આવે છે. બેંક પણ જે તે સમયે ભરણામાં આવતી બોગસ ચલણી નોટનો પર્દાફાશ કરવાને બદલે સમયાંતરે રાબેતા મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કર્યાનો સંતોષ મેળવે છે. જયારે પોલીસ હજુ સુધી આવી બોગસ ચલણી નોટ ભરણામાં ધાબડી જતા લોકો સુધી પહોંચી શકી નથી. ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલી એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટના ભરણામાં એક લાખ રૂપિયાની બોગસ ચલણી નોટ ધાબડી ગયાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

કરન્સી ચેસ્ટના આસિ.વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઇ ભોમિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બેંકની વિવિધ શાખામાં કોઇ ખાતેદાર માર્ચથી ઓગસ્ટ મહિનામાં જુદા જુદા દરની 424 બોગસ ચલણી નોટ ધાબડી ગયું છે. રૂ.2 હજારના દરની 25, 500ના દરની 23, 200નાં દરની 60, 100ના દરની 250, 50ના દરની 62, 20ના દરની એક અને 10ના દરની ત્રણ નોટનો સમાવેશ થાય છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યા બાદ બનાવની તપાસ એસઓજીને સોંપાઇ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો