તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:નવા ઝાંખરિયા ગામે ટેમ્પોએ બાઈકને ટક્કર મારતાં 1નું મોત

હાલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા નવા ઝાંખરિયા ગામે રહેતા રાજેન્દ્રસિંહ જયદીપ સિંહ પરમાર ઉંમર વર્ષ 18 પોતાની મોટરસાયકલ હીરો સ્પેલેન્ડર લઈને પોતાના ગામ નવા ઝાખરીયા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાઠવા ફળિયા પાસે મુખ્ય રોડ પર વરસડા તરફથી આવતા એક આઇશર ટેમ્પોના ચાલકે પોતાના આઇશર ને બેફામ અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક લઈને જતા રાજેન્દ્રસિંહની બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જતા રાજેન્દ્રસિંહ પોતાની મોટરસાયકલ સહિત રોડ પર પછડાઈ જવા પામ્યા હતા જેમાં તેઓને માથામાં કપાળ અને કાન ના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત જોઈ દોડી આવેલા ગામના લોકોએ તેઓને તાત્કાલિક 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી આઇશર ટેમ્પોનો ચાલક આઇશર લઈને બનાવના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. મૃતકના કાકા વિક્રમસિંહે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી અજાણ્યા આઈશર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો